ગ્લોબલ આઈકોન વિરાટ કોહલી પણ એમએક્સ ટકાટક પર જોડાયો

0
6
દુનિયાના ટોચના બેટ્સમેનમાંથી એક તરીકે માનવામાં આવતા કોહલીની સોશિયલ મિડિયા હાજરી ક્રિકેટના અવસરો સાથે વર્ચસ જમાવીને છે અને એમએક્સ ટકાટક પર તેના પોસ્ટ ચાહકોને તેના જીવનની ભીતરની મજેદાર વાતો સાથે રૂબરૂ કરાવે છે.
દુનિયાના ટોચના બેટ્સમેનમાંથી એક તરીકે માનવામાં આવતા કોહલીની સોશિયલ મિડિયા હાજરી ક્રિકેટના અવસરો સાથે વર્ચસ જમાવીને છે અને એમએક્સ ટકાટક પર તેના પોસ્ટ ચાહકોને તેના જીવનની ભીતરની મજેદાર વાતો સાથે રૂબરૂ કરાવે છે.

ઘરઆંગણે વૃદ્ધિ પામેલું આ શોર્ટ વિડિયો એપ આ મેગાસ્ટારના ઉમેરા સાથે મુખ્ય પ્રવાહમાં આવે છે

ડિજિટલ મિડિયાના વધતા મહત્ત્વ સાથે કન્ટેન્ટના નિર્માણ અને ઉપભોગના પ્રકારમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. શોર્ટ વિડિયો અવકાશ ઘરમાં વૃદ્ધિ પામેલા મંચ એમએક્સ ટકાટક સાથે દેશની ડિજિટલ મિડિયા ક્ષિતિજમાં ઝડપથી વૃદ્ધિ પામતાં ક્ષેત્રમાંથી એક છે, જે તેના લોન્ચના ટૂંક સમયમાં જ અવ્વલ નંબર તરફ આગળ વધી રહ્યું છે.રાષ્ટ્રને ક્રિકેટ ઘેલું લાગ્યું છે ત્યારે એમએક્સ ટકાટકે હાલમાં 7 ટીમ માટે પોતાને વિધિસર શોર્ટ વિડિયો પાર્ટનર તરીકે જાહેર કર્યું છે અને મંચ હવે ગ્લોબલ સ્પોર્ટસ આઈકોન વિરાટ કોહલી માટે પસંદગીનું મંચ બનવા સાથે વધુ એક જીત હાંસલ કરી છે.ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી મોજીલા અને ખાસ ટકાટક વિડિયો બનાવવા સાથે હેશટેગ ચેલેન્જીસ અને લાઈવસ્ટ્રીમ્સમાં પણ ભાગ લેશે, જેને લઈ તેના ચાહકોને મેદાનની બહાર પણ તેને નિકટતાથી જોવાનો મોકો મળશે.વિરાટ સર્વ મુખ્ય સોશિયલ મિડિયા મંચોમાં ભારતીય સ્પોર્ટસમેન માટે ફોલોઅરોની સંખ્યાની દષ્ટિએ નિર્વિવાદ આગેવાનમાંથી એક છે. દુનિયાના ટોચના બેટ્સમેનમાંથી એક તરીકે માનવામાં આવતા કોહલીની સોશિયલ મિડિયા હાજરી ક્રિકેટના અવસરો સાથે વર્ચસ જમાવીને છે અને એમએક્સ ટકાટક પર તેના પોસ્ટ ચાહકોને તેના જીવનની ભીતરની મજેદાર વાતો સાથે રૂબરૂ કરાવે છે.એમએક્સ ટકાટકમાં જોડાવા વિશે બોલતાં વિરાટ કોહલી કહે છે, હું એમએક્સ ટકાટક પર જોડાવા બાબતે ભારે રોમાંચિત છું. આ અવ્વલ શોર્ટ વિડિયો એપ છે અને મને મારા જીવનના અવસરો શેર કરવા અને દુનિયાભરમાં મારા ચાહકો સાથે અસલ વાર્તાલાપ છેડવા નવું સ્થળ આપે છે.
એમએક્સ પ્લેયર અને એમએક્સ ટકાટકના સીઈઓ કરણ બેદીએ જણાવ્યું હતું કે શોર્ટ વિડિયો મંચો હમણાં સુધી અપનાવવાની બાબતમાં વહેલાં છે, જે મુખ્યત્વે ઝડપથી વૃદ્ધિ પામતા ઈન્ફ્લુએન્સર સમુદાયને તેમની પ્રતિભા બતાવવા અને ચાહક વર્ગ ઊભો કરવામાં મદદ કરે છે. જોકે દંતકથા સમાન ક્રિકેટર વિરાટ કોહલી ભારતની સૌથી મોટી સેલિબ્રિટી છે અને દુનિયાના ટોચના સ્ટારમાંથી એક છે, જેણે એમએક્સ ટકાટક પર પોતાનું અકાઉન્ટ ક્રિયેટ કર્યું હોવાથી અમે હવે સાંસ્કૃતિક મુખ્ય પ્રવાહમાં આવી ગયા છીએ.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ અવકાશમાં અમે બજારમાં પ્રવેશ કર્યો ત્યારથી ઘણું બધું બદલાયું છે અને એક વર્ષમાં અનેક ઉચ્ચ પોઈન્ટ્સ મેળવ્યા છે. અમને ભારતીય ક્રિકેટ સુપરસ્ટાર વિરાટ કોહલીનું ટકાટક પરિવારમાં સ્વાગત કરવામાં ભારે ખુશી થઈ રહી છે અને તેના જીવનનો હિસ્સો બનવા ઉત્સુક છીએ. આ પહેલ સાથે અને ઘણી બધી આગામી પહેલો સાથે અમે અમારા લાખ્ખો ઉપભોક્તાઓને તેમના સૌથી મોટા આઈડોલના જીવનમાંથી વધુ આનંદિત અવસરોથી રૂબરૂ કરાવીશું.