ઘેબ્રેયસસે શુક્રવારે મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે, “ભારતcમાં ચિંતાજનક સ્થિતિ બની છે. અહીં અનેક રાજ્યોમાંથી સતત પરેશાન કરતા મોતના આંકડા સામે આવી રહ્યા છે.”
જિનેવા: વિશ્વ આરોગ્ય સંગઠન ના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયસસે ભારતની કોવિડ-19 સ્થિતિ પર ચિંતા વ્યક્તિ કરી છે. આ દરમિયાન તેમણે અનેક અન્ય દેશોનો પણ ઉલ્લેખ કર્યો હતો, જ્યાં હાલત ખરાબ થઈ રહી છે. સંગઠન પ્રમુખે ચેતવણી આપી છે કે દુનિયા માટે કોરોના મહામારી ની બીજું વર્ષ પહેલા વર્ષની સરખામણીમાં અનેકગણું વધારે ઘાતક રહેશે. ખાસ વાત એ છે કે ભારતમાં છેલ્લા થોડા દિવસોથી નવા કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.ઘેબ્રેયસસે શુક્રવારે મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે, “ભારતમાં ચિંતાજનક સ્થિતિ બની છે. અહીં અનેક રાજ્યોમાંથી સતત પરેશાન કરતા મોતના આંકડા સામે આવી રહ્યા છે.” તેમણે ભારતની મદદ માટે અન્ય દેશોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું, “અમે એવા તમામ હિતકારીઓનો આભાર માનીએ છીએ જેઓ ભારતની મદદ કરી રહ્યા છે.” આ દરમિયાન તેમણે જાણકારી આપી કે WHO પણ સતત ભારતની મદદ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, WHO તરફથી હજારો ઑક્સીજન કન્સન્ટ્રેટર્સ, મોબાઇલ ફીલ્ડ હૉસ્પિટલો માટે ટેન્ટ્સ, માસ્ક અને બીજી મેડિકલ સામગ્રી મોકલવામાં આવી રહી છે. આ દરમિયાન WHOનાં વડાએ કહ્યું કે, ભારત નહીં અનેક દેશોમાં ઇમરજન્સી જેવી સ્થિતિ બની છે. તેમણે કહ્યું, નેપાળ, શ્રીલંકા, કમ્બોડિયા, થાઇલેન્ડ, ઇજિપ્ત વગરે દેશો હૉસ્પિટલમાં દાખલ થવાનો દર અને વધારે કેસ સામે આવી રહ્યાનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે, અમેરિકાના અનેક દેશોમાં હજુ પણ કેસની સંખ્યા ખૂબ વધારે છે, એક ક્ષેત્ર તરીકે અમેરિકા ગત અઠવાડિયે કોવિડ-19ના 40 ટકા કેસ માટે જવાબદાર હતું.