કોરોના સંક્રમણ (Corona Pandemic)નો સામનો કરી રહેલા દેશવાસીઓ માટે રાહતના સમાચાર છે. 62 દિવસ બાદ એક દિવસમાં નોંધાતા કોવિડ-19ના કેસોની સંખ્યા (Covid-19 New Cases) સૌથી ઓછી છે. આ ઉપરાંત મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા (Covid Patient Deaths) પણ 45 દિવસ બાદ સૌથી ઓછી નોંધાઈ છે. 24 કલાકમાં મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 4 હજારથી ઓછી નોંધાઈ હોય એવો આ સળંગ 12મો દિવસ છે. આ ઉપરાંત 12 દિવસથી સતત બે લાખથી ઓછા કેસો નોંધાઈ રહ્યા છે. વિશેષમાં મહારાષ્ટ્રમાં 618, તમિલનાડુમાં 434 અને કર્ણાટકમાં 320 નવા કેસ નોંધાયા છે.સપ્તાહના પહેલા દિવસે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,00,636 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 2427 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,89,09,975 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 23,13,22,417 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.નોંધનીય છે કે, કોવિડ-19ની મહામારી (Covid-19 Pandemic) સામે લડીને 2 કરોડ 71 લાખ 59 હજાર 180 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 1,74,399 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 14,01,609 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 3,49,186 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 6 જૂન સુધીમાં ભારતમાં કુલ 36,63,34,111 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે રવિવારના 24 કલાકમાં 15,87,589 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (