છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 3.48 લાખથી વધુ દર્દીઓ નોંધાયા

0
21
દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,91,83,121 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 23,90,58,360 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,91,83,121 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 23,90,58,360 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.

એક દિવસમાં 4200થી વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. 

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર મચાવી રહી છે. દેશભરમાંથી જે મોતના આંકડા આવી રહ્યા છે તે ખરેખર ડરામણા છ. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 3.48 લાખથી વધુ દર્દીઓ નોંધાયા છે. આ સાથે મૃત્યુઆંકમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. એક દિવસમાં 4200થી વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 3,48,421 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,33,40,938 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,93,82,642 દર્દીઓ રિકવર થયા છે. જેમાંથી 3,55,338 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં રિકવર થયા છે. જો કે હજુ પણ દેશમાં 37,04,099 એક્ટિવ કેસ છે. એક દિવસમાં 4205 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 2,54,197 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 17,52,35,991 લોકોને રસી આપવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના (ICMR) ના જણાવ્યાં મુજબ ગઈ કાલે દેશભરમાં 19,83,804 જેટલા કોરોનાના ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કુલ કરાયેલા ટેસ્ટનો આંકડો 30,75,83,991 પર પહોંચ્યો છે. ગુજરાતની વાત કરીએ તો ગઈ કાલે રાજ્ય આરોગ્ય વિભાગે જાહેર કરેલી માહિતી મુજબ એક દિવસમાં કોરોનાના 10990 દર્દીઓ નોંધાયા જ્યારે 118 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા. નવા કેસની સામે રિકવર થયેલા દર્દીઓની સંખ્યા વધેલી જોવા મળી. એક દિવસમાં 15198 દર્દીઓએ કોરોનાને માત આપી.