અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે રહેતા અલ્તાફ તેની કાર ન. GJ-16-CB-3513 લઈને તેની બહેન અને તેના બાળકો સાથે અન્ય સંબંધીઓ સાથે દમણ અલતાફની ફોઈબાના બેસણામાં બેસવા આવ્યા હતા.
વલસાડ: અંકલેશ્વર થી દમણ ફોઈના બેસણામાં આવેલો 2 પરિવારના સભ્યો દમણ શોક સભામાં હાજરી આપી અંકલેશ્વરઘરે પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન ગુંદલાવ ચોકડી પાસે આગળ જઈ રહેલા ટ્રક સાથે ટક્કર લાગી કાર પલટી મારી ગઈ હતી. જેમાં કારમાં સવાર 2 બાળકી અને એક મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર રેલવે સ્ટેશન ( પાસે રહેતા અલ્તાફ તેની કાર ન. GJ-16-CB-3513 લઈને તેની બહેન અને તેના બાળકો સાથે અન્ય સંબંધીઓ સાથે દમણ અલતાફની ફોઈબાના બેસણામાં બેસવા આવ્યા હતા. બેસણામાં હાજરી આપી પરિવારના સભ્યો દમણ ફરવા ગયા હતા. જ્યાં ઇન્જોય કરીને રવિવારે રાત્રે અંકલેશ્વર પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન ગુંદલાવ ચોકડી પાસે આવતા આગળ ચાલતી ટ્રક ન. GJ-15-YY-8889 ને કાર ચાલક અલતાફે ટક્કર મારી સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. જેને લઈને કાર રોડની વચ્ચે આવેલા ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી. ડિવાઈડર ઉપર લગાવવામાં આવેલા સ્ટ્રીટ લાઈનના પોલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. કાર (Car) માં સવાર અલ્તાફ, તસ્લિમબેન, મુશકાન, ખુશી, અરમાન સહિત 7 સભ્યો કારમાં સવાર હતા. પાછળ આવી રહેલા અન્ય કાર ન. GJ–05-CE-5645માં પાછળ આવી રહેલા પરિવાર ના સભ્યોએ ગુંદલાવ ચોકડી પાસે ટ્રાફિક જામ જોતા ચેક કરતા અલ્તાફની કારનો અકસ્માત થયેલો જોઈ ચિંતામાં મુકાઈ ગયા હતા.