Wednesday, August 5, 2026
HomeEducationરાજ્યની તમામ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન અને PGના વિદ્યાર્થીઓની છેલ્લા વર્ષની પરીક્ષા ઓફલાઈન લેવા...

રાજ્યની તમામ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન અને PGના વિદ્યાર્થીઓની છેલ્લા વર્ષની પરીક્ષા ઓફલાઈન લેવા આદેશ :શિક્ષણ વિભાગ

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેરમાં સ્કૂલો તથા કોલેજના ઈન્ટરમીડિયેટના વિદ્યાર્થીઓની પરીક્ષા મોકુફ રાખવામાં આવી હતી. હવે જ્યારે રાજ્યમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તમામ યુનિવર્સિટીઓના વિભાગને કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા ઓફલાઈન રીતે લેવાનો આદેશ કરાયો છે. યુનિ. તથા કોલેજો જુલાઈમાં પોતાની અનુકૂળતા અનુસાર સ્નાતક તથા અનુસ્નાતકના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ શકશે.હાલ કોરોના કાબૂમાં આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષા યોજવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે કુલપતિ નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, આગમી 8 જુલાઇથી સ્નાતક, અનુસ્નાતકની રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાર્થીની ઓફલાઇન પરીક્ષા લેવામાં આવશે. જેમાં અંદાજીત 65000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.વધુમાં કુલપતિ નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, પરીક્ષા સમયે કોઈ સંક્રમિત ન થાય તે માટે પરીક્ષા કેન્દ્ર પર દરેક વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પ્રવેશ અપાશે. કેન્દ્ર પર વિદ્યાર્થીઓને માસ્ક પહેર્યા વિના પ્રવેશ નહીં મળે, પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીનું થર્મલ સ્ક્રિનિંગ અને સેનિટાઈઝ કરાશે. એક બેંચમાં એક જ વિદ્યાર્થી બેસાડાશે. બે વિદ્યાર્થી વચ્ચે ડિસ્ટન્સ જળવાશે, સુપરવાઈઝર પણ માસ્ક અને ગ્લોઝ પહેરીને કામગીરી કરશે.કોરોનાના કેસોમાં થયેલા ઘટાડાના પગલે ગુજરાત યુનિવર્સિટીએ બીએ, બીકોમ, બીએસસી, બીએડ, બીબીએ, બીસીએ સહિતની વિદ્યાશાખાના પ્રથમ સેમેસ્ટરના રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાશાખાની ઓફલાઈન પરીક્ષા 6 જુલાઈથી શરૂ થશે તેવી જાહેરાત કરી છે. અમદાવાદ, ગાંધીનગરમાં આવેલા ગુજરાત યુનિવર્સિટીના નિર્ધારિત પરીક્ષા કેન્દ્રોમાં આશરે 25,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.પરીક્ષા વિભાગે નિર્ધારિત કરેલી ઓફલાઈન પરીક્ષા અંંતર્ગત બીએ, બીકોમ સેમેસ્ટર-1ની રેગ્યુલર અને એક્સટર્નલ પરીક્ષા 6 જુલાઈથી 15મી જુલાઈ સુધી ચાલશે. જ્યારે બીએસસી સેમેસ્ટર-1ની પરીક્ષા 6 જુલાઈથી 14મી જુલાઈ સુધી ચાલશે. જ્યારે બીએડ સેમેસ્ટર-1ની પરીક્ષા 6 જુલાઈથી 16મી જુલાઈ સુધી ચાલશે. બીજી તરફ એલએલએમ સેમેસ્ટર-1ની પરીક્ષા 6 જુલાઈથી 14મી જુલાઈ સુધી ચાલશે. જ્યારે ડિપ્લોમા ઈન લેબર લો એન્ડ પ્રેક્ટિસ એક્ઝામિનેશન 6 જુલાઈથી 8મી જુલાઈ સુધી ચાલશે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here