Sunday, October 4, 2026
HomeAhmedabadCBSE ના આધારે જ GSEBનું ધો. 12નું પરિણામ તૈયાર કરાશે, ધો. 10ના...

CBSE ના આધારે જ GSEBનું ધો. 12નું પરિણામ તૈયાર કરાશે, ધો. 10ના રિઝલ્ટને પાયો બનાવી 100 માર્ક્સનું થશે એસેસમેન્ટ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12માં માસ પ્રમોશન બાદ પરિણામ તૈયાર કરવા માટેની ફોર્મ્યુલાની મથામણ ચાલી રહી છે, 100 માર્કના એસેસમેન્ટમાં ધો.10નું પરિણામ પાયો બનશે. એની સાથે શાળામાં લેવાયેલી ટેસ્ટ, યુનિટ ટેસ્ટ, અર્ધવાર્ષિક ટેસ્ટ કે મિડ ટર્મ અને બાદમાં ફાઈનલ ટર્મ ટેસ્ટ આ તમામનાં પર્ફોર્મન્સના ગુણોનું 100 માર્ક્સનું એક ટેબલ તૈયાર કરાશે, જેમાં દરેક ટેસ્ટ માટે મેળવેલા માર્ક્સ સામે ચોકકસ માર્ક્સ આ ટેબલમાં મુકાશે.આ મોડલ બન્યા બાદ બોર્ડ સાથે જોડાયેલી દરેક શાળાને એના દ્વારા જે આંતરિક પરીક્ષા લેવાઈ છે એના માર્કસમાં મોડલ મુજબ ગણાશે. આ મોડલ સીબીએસઇ દ્વારા તૈયાર કરી દરેક રાજ્યને આપવામાં આવશે, જેના આધારે એક સોફ્ટવેરના માધ્યમથી ગુજરાત સહિતનાં રાજ્યોમાં ધોરણ 12નું પરિણામ જાહેર થશે.એક વખત શાળા અને બોર્ડ બન્નેની પ્રક્રિયા થયા બાદ ફાઈનલ રિઝલ્ટ તૈયાર થશે. આ માટે એક સોફ્ટવેર પણ તૈયાર કરવામાં આવશે, જે આ સમગ્ર પદ્ધતિ આધારિત હશે અને એ ડેટા બોર્ડના સર્વરમાં દાખલ કરીને માર્કશીટ તથા પરિણામ દાખલ થશે. એક સીબીએસઇનું મોડલ તૈયાર થયા બાદ ગુજરાત સહિતનાં રાજ્યો, જેણે ધો.12ની બોર્ડ પરીક્ષા રદ કરી છે તેમને આ મોડલ આપી બોર્ડનાં પરિણામો જાહેર કરવા સૂચના આપવામાં આવશે.દેશભરમાં સીબીએસઇ ઉપરાંત ગુજરાત સહિતનાં કેટલાંક રાજ્યોએ પણ તેમની ધો.12ની બોર્ડ પરીક્ષા રદ કરતાં હવે કઈ રીતે પરિણામ તૈયાર થશે અને ક્યારે આવશે એની મથામણ ચાલી રહી છે, ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો દેખાવ કરવા માટે વર્ષભર મહેનત કરનાર વિદ્યાર્થીઓ આ પરિણામની એસેસમેન્ટ પોલિસી પર નિર્ભર બની ગયા છે. જોકે આ એસેસમેન્ટ મુજબનાં પરિણામોથી સંતોષ ન હોય તેમને ફરી પરીક્ષા માટે વિકલ્પ આપવામાં આવશે, પણ એ માટે જુલાઈના મધ્ય બાદ જ નવી પરીક્ષા શક્ય બનશે અને ત્યાં સુધીમાં સ્પર્ધાત્મક પરીક્ષા કે અન્ય સારી કોલેજો, યુનિ.ના એડમિશન પ્રક્રિયા અટકી પડે એમ છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here