Saturday, November 23, 2024
HomeUncategorizedદેશમાં પાંચમી વેક્સિન :ઝાયડસ કેડિલાએ કોરોના વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી માગી

દેશમાં પાંચમી વેક્સિન :ઝાયડસ કેડિલાએ કોરોના વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી માગી

Date:

spot_img

Related stories

MSME મેક ઈન ઇન્ડિયા ઇનિશિએટિવ એવોર્ડ્સ 2024માં “બેસ્ટ ઈન...

દેશના ઉદ્યોગ અને નવીનતામાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર કંપનીઓને સન્માનિત...

ટેક્સ ફ્રી થયા પછી પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની કમાણી...

સત્ય ઘટના પર આધારિત 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેક્સ...

વિવો એ સુહાના ખાન સાથે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ભારતમાં...

નવી દિલ્હી : નવીન વૈશ્વિક સ્માર્ટફોન બ્રાન્ડ, વિવો એ...

IND vs AUS: રાહુલ આઉટ હતો કે નોટ આઉટ,...

પર્થ ટેસ્ટની પહેલી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાને ચોથો ઝટકો બેટ્સમેન...

WWEમાં ડ્રામા કરે છે પહેલવાનો? ખલીએ જણાવી રિંગની અંદરની...

WWE એટલે કે વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈન્મેન્ટની દીવાનગી વિશ્વભરના ઘણા...

સુરતમાં UPSCમાં નાપાસ થતા યુવકે 7માં માળેથી પડતું મૂક્યું

રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને...
spot_img

નવી દિલ્હી: ઝાયડસ કેડિલાએ તેની કોરોના વેક્સિન ZyCoV-Dના ઈમર્જન્સી ઉપયોગ માટે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા પાસેથી મંજૂરી માગી છે. આ વેક્સિન 12 વર્ષથી ઉપરના લોકો માટે છે. એના ફેઝ-3ની ટ્રાયલ પૂરી થઈ ચૂકી છે. કંપનીનું કહેવું છે કે એનો વાર્ષિક 12 કરોડ ડોઝ બનાવવાનો પ્લાન છે.ZyCoV-Dને મંજૂરી મળે છે તો આ દેશની પાંચમી એપ્રૂવડ વેક્સિન હશે. બે દિવસ પહેલાં જ અમેરિકાની કંપની મોડર્નાને કોરોના વેક્સિન DGCIએ મંજૂરી આપી છે. એ પહેલાં કોવિશીલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિક-Vને એપ્રૂવલ મળ્યું હતું.ભારતમાં હાલ લગાવવામાં આવી રહેલી વેક્સિન ડબલ ડોઝ છે. જોનસન એન્ડ જોનસન અને સ્પુતનિક લાઈટ જેવી સિંગલ ડોઝ વેક્સિન પણ છે, જે આગામી મહિનાઓમાં ભારત આવે એવી શકયતા છે. જોકે ZyCoV-D વેક્સિન આ તમામથી અલગ છે. આ ભારતીય વેક્સિનના એક કે બે નહિ, પરંતુ ત્રણ ડોઝ લગાવવામાં આવશે.ZyCoV-D એક DNA-પ્લાઝ્મિડ વેક્સિન છે. આ વેક્સિન શરીરની ઈમ્યુનિટી વધારવા માટે જિનેટિક મટીરિયલનો ઉપયોગ કરે છે. જે રીતે અમેરિકા સહિત ઘણા દેશોમાં લાગી રહેલી ફાઈઝર અને મોડર્ના વેક્સિન ઈમ્યુનિટી વધારવા માટે mRNAનો ઉપયોગ કરે છે, એ રીતે પ્લાઝ્મિડ-DNAનો ઉપયોગ કરે છે.દેશમાં હાલ સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનનો ઉપયોગ વેક્સિન ડ્રાઈવમાં કરવામાં આવી રહ્યો છે. રશિયાની સ્પુતનિક-Vને પણ ભારતમાં ઉપયોગ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય DRDOએ કોવિડ માટે 2-DG દવા બનાવવામાં આવી છે. એના ઈમર્જન્સી ઉપયોગને પણ મંજૂરી આપવામાં આવી છે. આ એક પાઉડર હોય છે, જેને પાણીમાં મિક્સ કરીને આપવામાં આવે છે.

MSME મેક ઈન ઇન્ડિયા ઇનિશિએટિવ એવોર્ડ્સ 2024માં “બેસ્ટ ઈન...

દેશના ઉદ્યોગ અને નવીનતામાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર કંપનીઓને સન્માનિત...

ટેક્સ ફ્રી થયા પછી પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની કમાણી...

સત્ય ઘટના પર આધારિત 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેક્સ...

વિવો એ સુહાના ખાન સાથે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ભારતમાં...

નવી દિલ્હી : નવીન વૈશ્વિક સ્માર્ટફોન બ્રાન્ડ, વિવો એ...

IND vs AUS: રાહુલ આઉટ હતો કે નોટ આઉટ,...

પર્થ ટેસ્ટની પહેલી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાને ચોથો ઝટકો બેટ્સમેન...

WWEમાં ડ્રામા કરે છે પહેલવાનો? ખલીએ જણાવી રિંગની અંદરની...

WWE એટલે કે વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈન્મેન્ટની દીવાનગી વિશ્વભરના ઘણા...

સુરતમાં UPSCમાં નાપાસ થતા યુવકે 7માં માળેથી પડતું મૂક્યું

રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here