મુંબઈ: કોરોનાને કારણે છેલ્લાં બે મહિનાથી મહારાષ્ટ્રમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આ જ કારણે ટીવી સિરિયલ તથા ફિલ્મના શૂટિંગ બંધ હતા. સિરિયલ્સના મેકર્સ મહારાષ્ટ્ર બહાર જઈને શૂટિંગ કરતા હતા. ‘તારક મહેતા..’ના મેકર્સે ગુજરાતના વાપીના મીરાસોલ રિસોર્ટમાં શૂટિંગ કર્યું હતું. સિરિયલના ટ્રેક પ્રમાણે પત્રકાર પોપટલાલ ‘કાલા કૌઆ’ મિશન પર હતા, જેમાં કોરોનાની દવાઓની કાળા બજારી કરતાં લોકોનો પર્દાફાશ કર્યો હતો.હાલમાં જ સોનુનું પાત્ર ભજવતી પલક સિધવાણીએ સો.મીડિયામાં બિહાઈન્ડ ધ સીન્સ તસવીરો શૅર કરી હતી. આ તસવીરમાં સોનુ સિરિયલના અન્ય કલાકારો સાથે ધમાલ મસ્તી કરતી જોવા મળી હતી.’તારક મહેતા..’ની ટીમે ગુજરાતમાં શૂટિંગ પૂરું કરી લીધું છે. ટીમ મુંબઈ પરત આવી ગઈ છે. સિરિયલ ટ્રેક પ્રમાણે, હાલમાં ગોકુલધામના સભ્યો પત્રકાર પોપટલાલનું મિશન સફળ જતાં જીતની ઉજવણી કરવા માટે રિસોર્ટ ગયા છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:ગુજરાતમાં સિરિયલનું શૂટિંગ પૂરું થયું, ટીમ હવે મુંબઈ પરત ફરી છે
Date: