Sunday, May 11, 2025
HomeSpecialહિંદુસ્તાન ઝિંક: ગુજરાતમાં વિકાસ માટે કામ કરવાની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું

હિંદુસ્તાન ઝિંક: ગુજરાતમાં વિકાસ માટે કામ કરવાની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું

Date:

spot_img

Related stories

ભાવનગર મંડળમાં દિવ્યાંગજનો માટે ઓનલાઈન કન્સેશનલ કાર્ડ પાસ માટે...

દિવ્યાંગજનો માટે રેલવે કન્સેશનલ કાર્ડ પાસ જારી કરવા માટે...

ત્રણેય સેનાના પ્રમુખો સાથે PM મોદીની બેઠક : CDS...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી દિલ્હી પહોંચ્યા, સરકારે...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફના...

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...

મધર્સ ડે પર એમક્યોર 2025 આઈસ બકેટ ચેલેન્જ રિવાઇવલમાં...

મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ...

BPCL ભારતભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપિજીની અવિરત ઉપલબ્ધતાની ખાતરી...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), જે Fortune Global 500...
spot_img

અનિલ અગ્રવાલ ફાઉન્ડેશન ગુજરાતના આ જિલ્લાને સ્વસ્થ ગાંવ અભિયાન પ્રોગ્રામ હેઠળ લાવશે. વેદાન્તા સમૂહનો બાળકો અને મહિલાઓના વિકાસ માટેનો ફ્લેગશીપ પ્રોજેક્ટ જિલ્લાના ગામડાઓમાં લાવવામાં આવશે. સુરત, 06 જુલાઇ, 2021: વેદાન્તા સમૂહના હિસ્સા તરીકે હિંદુસ્તાન ઝિંક ગુજરાતમાં રોકાણ જાળવી રાખશે તેમજ રાજ્યમાં ઉન્નત સામાજિક અસર પેદા કરવા માટે સરકાર સાથે મળીને સમુદાય માટે કામ કરવાની પોતાની કટીબદ્ધતાનું પુનરાવર્તન કરશે. ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો (ઇન્ડેક્સ્ટબી)ના મેનેજિંગ ડાયરેક્ટર નીલમ રાનીએ કહ્યું હતું કે, તાપી જિલ્લાના દોસવાડા ખાતે જે થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે. રાજ્યમાં વિશેષ કરીને મહામારી બાદ રોજગાર સર્જન, રોજગાર લાવવો અને આર્થિક વિકાસને મજબૂત કરવો સમયની જરૂર છે. અમે ઉદ્યોગોની વૃદ્ધિ માટે અનુકૂળ માહોલ પેદા કરવા માટે કટીબદ્ધ છીએ અને વ્યવસાયની સરળતા સુનિશ્ચિત કરવા માટે સહયોગ પ્રદાન કરીશું. એક જવાબદાર સરકારી સંસ્થા તરીકે અમારા સમુદાયોના કલ્યાણ અને પર્યાવરણ ઉપર ધ્યાન હંમેશા સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે તથા અમે સર્વોચ્ચ ધોરણોનું પાલન થાય તે સુનિશ્ચિત કરીશું. હિંદુસ્તાન ઝિંકનું માનવું છે કે અદ્યતન પ્લાનટ દોસવાડા અને ગુજરાત રાજ્યના લોકો માટે ટેક્નોલોજી અને આર્થિક પ્રગતિ લાવી શકે છે. અમે પર્યાવરણની દ્રષ્ટિએ જવાબદાર પ્લાન્ટની ડિઝાઇન અને નિર્માણ માટે કટીબદ્ધ છીએ, જેના ઉપર ગુજરાતના લોકો ગર્વ કરશે. અમારી સાતત્યપૂર્ણ પહેલો બેન્ચમાર્ક છે અને તેની વૈશ્વિક સ્તરે સ્વિકૃતિ થઇ છે તથા અમે પ્રોજેક્ટ માટે અમારા મહાત્વાકાંક્ષી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (એસડીજી) 2025 અને પારદર્શક એનવાયર્નમેન્ટ ડિસ્ક્લોઝર સાથે સમાન ઉચ્ચ ધોરણો સામેલ કરીશું. દોસવાડામાં ઘટેલી ઘટના અંગે હિંદુસ્તાન ઝિંકના સીઇઓ અરૂણ મિસરાએ સમુદાયને ખાતરી આપી હતી કે આજીવિકા, આરોગ્ય અને પર્યાવરણની સુરક્ષા માટે દરેક પગલું ભરવામાં આવશે તથા કંપની સમુદાયો સાથે મળીને કામ કરશે, જેથી તેમના વિકાસ અને સમૃદ્ધિને સહયોગ કરી શકાય. અમે અમારા તમામ હિસ્સેદારો સાથે ચર્ચા માટે કટીબદ્ધ છીએ. અમારા માર્ગદર્શક સિદ્ધાંત મૂજબ અમે જે કંઇપણ કરીએ છીએ તેમાં આપણા પર્યાવરણ અને આપણા સમુદાયોની કાળજી રાખીએ છીએ તેમજ આ બંન્નેને વિશેષ પ્રાથમિકતા આપવાનું જાળવી રાખીશું. અનિલ અગ્રવાલ ફાઉન્ડેશન ગુજરાતમાં દોસવાડાને સ્વસ્થ ગાંવ અભિયન પ્રોગ્રામ હેઠળ લાવશે અને સમુદાયના ઘર આંગણે સ્વાસ્થ્ય સેવા પહોંચાડશે. આ પ્રોગ્રામ એક વિશેષ પ્રભાવ પહેલ છે, જેમાં દેશના 1000 ગામડાઓને આવરી લેતાં ગ્રામિણ પરિપ્રેક્ષ્યમાં એન્ડ-ટુ-એન્ડ હેલ્થકેર સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે રૂ. 5000 કરોડની ખાતરી આપવામાં આવી છે. આ ઉપરાંત બાળકો અને મહિલાઓના વિકાસ માટે સમૂહનો ફ્લેગશીપ પ્રોજેક્ટ નંદઘર પણ જિલ્લાના ગામડાઓમાં લાવવામાં આવશે, જેમાં આરોગ્ય, શિક્ષણ અને સશક્તિકરણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે. કંપની સમુદાયો સાથે મળીને હસ્તક્ષેપ માટે કામ કરશે, જે જીવન ધોરણ અને જીવન ગુણવત્તામાં સુધારો માટે ઉપયોગી બનશે.

હિંદુસ્તાન ઝિંક લિમિટેડ વિશે:

વેદાન્તા સમૂહ કંપની હિંદુસ્તાન ઝિંક વિશ્વની સૌથી મોટી અને ભારતની એકમાત્ર ઇન્ટિગ્રેટેડ ઝિંક-લીડ અને સિલ્વરની ઉત્પાદક છે. કંપની રાજસ્થાનના ઉદેપૂરમાં તેનું મુખ્યાલય ધરાવે છે, જ્યાં તે ઝિંક-લીડ માઇન્સ અને સ્મેલ્ટિંગ કોમ્પલેક્સિસ ધરાવે છે. હિંદુસ્તાન ઝિંકે અદ્યતન ઝિરો વેસ્ટ ઝિંક સ્મેલ્ટર પ્લાન્ટ માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યાં છે, જેનાથી સ્થાનિકો માટે હજારો પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારની તકોનું સર્જન થશે. હિંદુસ્તાન ઝિંક કેપ્ટિલ થર્મલ પાવર પ્લાન્ટ્સ સાથે ઉર્જામાં સ્વ-નિર્ભર છે અને તેણે વિન્ડ પાવર પ્લાન્ટ્સની સ્થાપના સાથે ગ્રીન એનર્જીમાં પણ પ્રવેશ કર્યો છે. કંપની માઇનિંગ અને મેટલ કંપનીઓમાં એશિયા-પેસિફિકમાં પ્રથમ તથા ડાઉ જોન્સ સસ્ટેનિબિલિટી ઇન્ડેક્સ 2020માં વિશ્વભરમાં 7માં ક્રમે છે. હિંદુસ્તાન ઝિંક સર્ટિફાઇડ વોટર પોઝિટિવ કંપની છે તથા તે ક્લાઇમેટ ચેન્જ માટે સીડીપી દ્વારા એ રેટિંગ અને એફટીએસઇ4ગુડ ઇન્ડેક્સની સદસ્ય છે. લોકોને પ્રાથમિકતા આપતી કંપની તરીકે હિંદુસ્તાન ઝિંક તેના કર્મચારીઓની ઉચ્ચ પ્રદર્શનની સંસ્કૃતિ માટે વિશ્વાસ અને ઉત્કૃષ્ટતાની ભાવના પેદા કરવામાં વિશ્વાસ ધરાવે છે. કંપની બેસ્ટ-ઇન-ક્લાસ પીપલ પ્રેક્ટિસ અને કર્મચારી કેન્દ્રિત પહેલ ઉપર ગર્વ કરે છે, જેના કારણે હિંદુસ્તાન ઝિંક – ગ્રેટ પ્લેસ ટુ વર્ક 2021 સર્ટિફાઇડ, પીપલ બિઝનેસ દ્વારા કંપની વિથ ગ્રેટ મેનેજર્સ 2020 તેમજ પીપલફર્સ્ટ એચઆર એક્સલન્સ એવોર્ડ ધરાવે છે. સમાજ પ્રત્યે જવાબદાર કોર્પોરેટ તરીકે હિંદુસ્તાન ઝિંક તેમના વ્યવસાયના કેન્દ્રોની આસપાસ રહેતાં ગ્રામિણ અને આદિજાતિ લોકોના જીવનમાં સુધારો લાવવા અથાક પ્રયાસો કરી રહ્યું છે. કંપની ભારતમાં સીએસઆર માટે ખર્ચ કરનાર ટોચના 15 પૈકીની એક છે અને હાલમાં રાજસ્થાનમાં 184 અને ઉત્તરાખંડના 5 ગામડાઓના 500,000થી વધુ લોકો સુધી પહોંચ ધરાવે છે. માર્કેટ લીડર તરીકે હિંદુસ્તાન ઝિંક ભારતમાં વૃદ્ધિ સાધતા ઝિંક માર્કેટમાં આશરે 77 ટકા ઉપર પ્રભુત્વ ધરાવે છે

ભાવનગર મંડળમાં દિવ્યાંગજનો માટે ઓનલાઈન કન્સેશનલ કાર્ડ પાસ માટે...

દિવ્યાંગજનો માટે રેલવે કન્સેશનલ કાર્ડ પાસ જારી કરવા માટે...

ત્રણેય સેનાના પ્રમુખો સાથે PM મોદીની બેઠક : CDS...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી દિલ્હી પહોંચ્યા, સરકારે...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફના...

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...

મધર્સ ડે પર એમક્યોર 2025 આઈસ બકેટ ચેલેન્જ રિવાઇવલમાં...

મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ...

BPCL ભારતભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપિજીની અવિરત ઉપલબ્ધતાની ખાતરી...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), જે Fortune Global 500...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here