મોદીનું મેગા કેબિનેટ વિસ્તરણ:15 કેબિનેટ-28 રાજ્ય મંત્રીઓએ શપથ લીધા, ગુજરાતના એક સાથે 7 સાંસદને મોદી મંત્રીમંડળમાં સ્થાન, 8 વર્ષમાં સૌથી વધુ 11 મહિલા મંત્રીઓ

0
26
આગામી વર્ષે યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી UPમાંથી 7 નેતાને કેબિનેટમાં સ્થાન
આગામી વર્ષે યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી UPમાંથી 7 નેતાને કેબિનેટમાં સ્થાન

મોદી કેબિનેટનું સૌથી મોટું વિસ્તરણ થયું છે. મોદી કેબિનેટમાં સાંજે 6 વાગે 43 મંત્રીઓએ શપથ લેવાની શરૂઆત કરી હતી. સૌથી પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રમાંથી ભાજપ સાંસદ નારાયણ રાણેને શપથ અપાવ્યા હતા. ત્યારબાદ આસામના સર્બાનાંદ સોનોવાલે શપથ લીધા હતા. ત્યારબાદ મધ્ય પ્રદેશના વીરેન્દ્ર કુમાર ખટીકે શપથ લીધા હતા.તેમને થાવરચંદ ગહલોતની જગ્યાએ કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે,જે મધ્ય ભારતનો દલીત ચહેરો હતો. શપથ લેનાર 28 રાજ્યો મંત્રીઓમાં 7 મહિલાઓ છે. મોદીના 8 વર્ષના શાસનમાં આ વખતે સૌથી વધારે મંત્રીઓ કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. 2014માં પહેલીવાર મંત્રીમંડળમાં 7 અને 2019માં 6 મહિલા મંત્રી હતી. તેમાં અંતે હરસિમરત સિંહ કૌર કેબિનેટમાંથી હટાવવામાં આવ્યા હતા.

મહારાજ રાષ્ટ્રપતિને નમસ્કાર કરવાનું ભૂલ્યા

મધ્ય પ્રદેશમાંથી જ્યોતિરાદિત્યને પણ કેબિનેટ મંત્રીની શપથ અપાવી છે. તેમને અગાઉ શપથ લેનારા તમામ મંત્રીઓને રાષ્ટ્રપતિને નમસ્કાર કર્યાં પણ સિંધિયા આમ કરવાનું ભૂલી ગયા અને સીધા જ પોતાની ખુરશીમાં બેસી ગયા. જ્યારે તેમને કોઈએ યાદ અપાવ્યું તો તેઓ પરત ફર્યાં અને રાષ્ટ્રપતિને નમસ્કાર કર્યાં.

મોદી મંત્રીમંડળનું આજે વિસ્તરણ થયુ. આ વિસ્તરણ પહેલાં ઘણા મંત્રીઓને ઘરભેગા પણ કરવામાં આવ્યા છે. મોદી કેબીનેટમાં હવે ચોંકાવનારા રાજીનામા પણ આવવા લાગ્યા છે. નવા મંત્રીઓના શપથ લેવાય તેના અડધો કલાક પહેલાં જ હવે રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે પણ રાજીનામું આપી દીધું હતું. આમ નવુ મંત્રીમંડળ બને તે પહેલાં કુલ 13 મંત્રીઓ રાજીનામા આપ્યા છે

શપથ ગ્રહણ સમારોહમાં પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને બેઠક વ્યવસ્થા કરવામાં આવી

આ બન્યા રાજ્ય મંત્રી

1. પંકજ ચૌધરી

2. અનુપ્રિયા પટેલ

3. સત્યપાલ સિંહ બધેલ

4. રાજીવ ચંદ્રશેખર

5. શોભા કરંદાજે

6. ભાનુ પ્રતાપ સિંહ વર્મા

7. દર્શના વિક્રમ જરદોશ

8. મિનાક્ષી લેખી

9. અન્નપૂર્ણા દેવી

10. એ. નારાયણ સામી

11. કૌશલ કિશોર

12. અજય ભટ્ટ

13. બી.એલ વર્મા

14. અજય કુમાર

15. દેવુ સિંહ ચૌહાણ

16. ભગવંત ખૂબા

17. કપિલ મોરેશ્વર પાટિલ

18. પ્રતિમા ભૌમિક

19. ડૉ. સુભાષ સરકાર

20. ભગવત કિશનરાવ કડાર

21. ડૉ. રાજકુમાર રંજન સિંહ

22. ડૉ. ભારતી પ્રવીણ પવાર

23. બિશ્વેશર ટુડૂ

24. શાંતનૂ ઠાકુર

25. ડૉ. મુંજપારા મહેન્દ્રભાઈ

26. ડો. એલ. મુરુગન

27. જોન બાર્લા

28. નીશિથ પ્રમાણિક

ટીમ મોદીના નવા ચહેરા

1. નારાયણ રાણે 2. સરબાનંદ સોનોવાલ 3. વિરેન્દ્ર કુમાર 4. જ્યોતિરાદિત્ય સિંધિયા 5. રામચંદ્ર સિંગ 6. અશ્વિન વૈશ્નવ 7. પશુપતિ કુમાર પ્રસાદ 8. કિરણ રિજ્જૂ 9. હરદીપ સિંહ પૂરી 10. રાજકુમાર સિંગ 11. મનસુખ માંડવિયા 12. ભુપેન્દ્ર યાદવ 13. પુરષોતમ રુપાલા 14. કિશન રેડ્ડી 15. અનુરાગ ટાકુર 16. પંકજ ચૌધરી 17. અનુપ્રિયા પટેલ 18. ડૉ. સત્યપાલ બેધલ 19. રાજીવ ચંદ્રશેખર 20. શુશ્રી શોભા 21. ભાનુ પ્રતાપ સિંગ વર્મા 22. દર્શના વિક્રમ જરદોશ 23. મિનાક્ષી લેખી 24. અનુપમા દેવી 25. એ નારાયણસ્વામી 26. કૌશલ કિશોર 27. અજય ભાટ્ટ 28. બી એલ વર્મા 29. અજય કુમાર 30. દેવુસિંહ ચૌહાણ 31. ભગવંત ખુબા 32. કપીલ મોરેશ્વર પાટિલ 33. પ્રતિમા ભૌમિક 34. ડૉ. સુભાષ સરકાર 35. ડૉ. ભાગવત કિશનરાવ કરાડ 36. ડૉ. રાજકુમાર રંજન સિંહ 37. ડૉ. ભારતી પ્રવિણ પવાર 38. બિશેશ્વર તુડુ 39. શાંતનુ ઠાકુર 40. ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા 41. જ્હોન બરાલા 42. ડૉ. એલ મૃગન 43. નીતિશ પ્રમાણિક 34. ડૉ. સુભાષ સરકાર 35. ડૉ. ભાગવત કિશનરાવ કરાડ 36. ડૉ. રાજકુમાર રંજન સિંહ 37. ડૉ. ભારતી પ્રવિણ પવાર 38. બિશેશ્વર તુડુ 39. શાંતનુ ઠાકુર 40. ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા 41. જ્હોન બરાલા 42. ડૉ. એલ મૃગન 43. નીતિશ પ્રમાણિક

15 કેબિનેટ-28 રાજ્ય મંત્રીઓએ શપથ લીધા, ગુજરાતના એક સાથે 7 સાંસદને મોદી મંત્રીમંડળમાં સ્થાન, 8 વર્ષમાં સૌથી વધુ 11 મહિલા મંત્રીઓ