ઇન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે 40 વર્ષનો થયો છે. તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટ સાથે IPL કરિયરમાં પણ વિવિધ રેકોર્ડ બનાવ્યા છે. ધોની IPLમાં 150 કરોડ રૂપિયાની કમાણી કરનારો એકલો ખેલાડી છે. ધોનીનો જન્મ 7 જુલાઈ 1981એ ઝારખંડ (ત્યારે બિહાર)ના રાંચીમાં થયો હતો. તે IPLમાં સૌથી વધુ 9 વાર ફાઇનલ રમનારો એકમાત્ર ખેલાડી છે. આ દરમિયાન તેણે પોતાની ટીમ ચેન્નઈ સુપરકિંગ્સને 3 વાર ટાઇટલ જિતાડ્યા છે. તો ચલો, જાણીએ ધોનીના IPLમાં 5 મુખ્ય રેકોર્ડ્સ IPLથી કમાણીની વાત કરીએ તો ધોની સૌથી આગળ છે. તેણે ટૂર્નામેન્ટમાં અત્યારસુધી 137 કરોડ રૂપિયાની કમાણી કરી છે. CSK ધોનીને એક સીઝનના 15 કરોડ રૂપિયા આપે છે. આની સાથે 14મી સીઝનમાં તેની કુલ કમાણી 152 કરોડ રૂપિયા પહોંચી ગઈ હતી. એવામાં ધોની 150 કરોડની સેલરી માર્કને ટચ કરનાર ટૂર્નામેન્ટનો એકલો ખેલાડી બની જવા પામ્યો છે. જોકે IPLની 14મી સીઝન કોરોના મહામારીને પરિણામે સસ્પેન્ડ કરાઈ હતી. હવે સપ્ટેમ્બરમાં બીજી 31 મેચ UAEમાં કરાઈ શકે છે. રોહિત આ IPL પહેલાં 131 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂક્યો છે. તેની એક સીઝનની સેલરી કેપ 15 કરોડ રૂપિયા છે. એવામાં 14મી સીઝનમાં તેની કુલ કમાણી 146 કરોડ રૂપિયા થઈ ગઈ છે. રોહિત બીજો સૌથી વધુ કમાણી કરતો IPLનો ખેલાડી બની ગયો છે. વળી, કોહલીની 14મી સીઝનમાં કમાણી 143 કરોડ રૂપિયાની છે. કોહલીને ફ્રેન્ચાઈઝી એક સીઝનના 17 કરોડ રૂપિયા આપે છે. ધોનીએ IPLમાં કેપ્ટન તરીકે સૌથી વધુ 192 મેચ રમી છે. ખેલાડી તરીકે પણ તેણે સૌથી વધુ 208 મેચ રમી છે. ધોની પછી કેપ્ટન તરીકે કોહલી નંબર 1 છે. તેણે 132 મેચ રમી છે. બીજા નંબર પર રોહિત શર્મા છે, તેણે 206 મેચ રમી છે. વિકેટકીપિંગમાં ધોનીની બરાબરી કોઈ કરી શકે એમ નથી. ધોનીએ IPLમાં અત્યારસુધી 152 ખેલાડીને આઉટ કર્યા છે. આ દરમિયાન તેણે 113 કેચ લીધા અને સ્ટમ્પ પણ કર્યા. ધોની ટૂર્નામેન્ટમાં 150થી વધુ શિકાર કરનારો એકલો વિકેટકીપર છે. તેના પછી દિનેશ કાર્તિક અને પછી રોબિન ઉથપ્પાનો નંબર આવે છે. કાર્તિકે 144 અને ઉથપ્પાએ 90 આઉટ કર્યો. ધોનીના નામે IPLમાં સૌથી વધુ 9 વાર ફાઇનલ મેચ રમવાનો રેકોર્ડ છે, જેમાં ચેન્નઈ તરફથી 8 વાર ફાઇનલ રમી છે અને તે 3 વાર (2018, 2011, 2010) ટાઇટલ જીત્યો છે. એકવાર તેણે રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સની પણ ફાઇનલ મેચ રમી છે. ત્યાર પછી ચેન્નઈના ખેલાડી સુરેશ રૈનાનો નંબર આવે છે. તેણે 8 વાર ફાઇનલ મેચ રમી છે. માહી IPLમાં કેપ્ટન તરીકે 100 મેચ જીતી ચૂક્યો છે. તેણે ચેન્નઈ અને પુણે ટીમની કેપ્ટનશિપ કરતા સમયે 192માંથી 114 મેચ જીતી છે. આ દરમિયાન તેની 77 મેચમાં હાર પણ થઈ છે. રોહિત શર્મા 72 જીત સાથે બીજા અને ગૌતમ ગંભીર 70 જીત સાથે ત્રીજા નંબર પર છે. કોહલીએ માત્ર 60 મેચ જ જીતી છે.
ધોની IPLમાં 150 કરોડ રૂપિયાની કમાણી કરનારો એકમાત્ર ખેલાડી, જાણો ટૂર્નામેન્ટના તેના 5 રેકોર્ડ્સ
Date: