Monday, August 31, 2026
HomeSportsપહેલવાન સુશીલ કુમારને જેલમાં જોઈએ છે ટીવી, પ્રશાસનને અરજી આપીને કહ્યું- એકલું...

પહેલવાન સુશીલ કુમારને જેલમાં જોઈએ છે ટીવી, પ્રશાસનને અરજી આપીને કહ્યું- એકલું એકલું લાગે છે

Date:

Related stories

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

ભારતીય ચા બોર્ડ દ્વારા નેક્સસ અમદાવાદ મોલ ખાતે ‘ઉત્તર-પૂર્વીય...

ભારતની સમૃદ્ધ ચા ની પરંપરા, પ્રાદેશિક વિવિધતા અને ‘ટી...

‘ઝી’ અને ગૂગલ એ લોકપ્રિય ઝી ટીવીના કાલ્પનિક શોમાં...

ઓગસ્ટ 2026: સમગ્ર ભારતમાં સૌથી અર્થપૂર્ણ કહી શકાય તેવા...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

ભારતમાં સૌપ્રથમ યામાહા YZF-R2 વૈશ્વિક સ્તરે પદાર્પણ કરે છે;...

• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3...

પહેલવાન સાગર ધનખડની હત્યાના મામલે ઓલ્મપિક વિનર આરોપી પહેલવાન સુશીલ કુમાર હાલ તિહાડ જેલમાં બંધ છે. જો કે જેલમાં બંધ પહેલવાનને હોટલ જેવી સુવિધા જોઈએ છે. સુશીલ કુમારે જેલ પ્રશાસનને પોતાના સેલમાં ટીવી લગાડવાની માગ કરી છે. સુશીલ કુમારે તિહાડ જેલ પ્રશાસનને એક એપ્લીકેશન લખીને આપી છે જેમાં તેને માગ કરી છે કે, તે જે સેલમાં બંધ છે, તેમાં તે એકમાત્ર કેદી છે, એવામાં પોતાને એકલતાનો અનુભવ થાય છે. તેથી ટીવી જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે કે જેથી કુશ્તીની રમતમાં શું ચાલે છે તેની જાણકારીથી તે અવગત રહી શકે.તિહાડ જેલના ડીજી સંદીપ ગોયલે કહ્યું કે જેલ પ્રશાસનને સુશીલ પહેલવાન તરફથી એક એપ્લિકેશન મળી છે, જેમાં તેને પોતાના સેલમાં ટીવી લગાડવાની માગ કરી છે.જેલ પ્રશાસનનું કહેવું છે કે સુશીલ કુમાર બેરેક નંબર 2માં બંધ છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તે હાઈ સિક્યોરિટીવાળી જેલમાં રાખવામાં આવ્યો છે. આ કારણે જ જે જેલમાં સુશીલને રાખવામાં આવ્યો છે, તેમાં અન્ય કોઈ કેદીને નથી રાખવામાં આવ્યો. હાલ સુશીલ કુમારની અરજીને ધ્યાનમાં રાખીને કોઈ જ નિર્ણય નથી લેવામાં આવ્યો.પહેલવાન સુશીલ કુમારની જેલ પ્રશાસન પાસે આ પ્રકારની પહેલી માગ નથી. આ પહેલાં જ્યારે સુશીલ કુમારની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેને મંડોલી જેલ મોકલવામાં આવ્યો હતો. જ્યાં સુશીલે પોતાની પહેલવાનીનો ઉલ્લેખ કરતા હાઈ પ્રોટીન એકસ્ટ્રા પ્રોટીન ડાયેટની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માગ કરી હતી. સુશીલની આ માગને જે પ્રશાસને ફગાવી દીધી હતી.પહેલવાન સુશીલ કુમારે પોતાના અનેક સાથીઓની સાથે મળીને 4 અને 5 મેનાં રોજ છત્રસાલ સ્ટેડિયમમાં જૂનિયર પહેલવાન સાગર ધનખડ અને તેના સાથી સોનુ મહાલને માર મારવામાં આવ્યો હતો. આ હુમલામાં સાગર ધનખડનું મોત નિપજ્યું હતું.

સાગર ધનખડ અને તેના સાથી સોનુ મહાલને માર મારવામાં આવ્યો હતો. આ હુમલામાં સાગરનું મોત નિપજ્યું હતું જેના આરોપમાં સુશીલ કુમારની ધરપકડ થઈ છે

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

ભારતીય ચા બોર્ડ દ્વારા નેક્સસ અમદાવાદ મોલ ખાતે ‘ઉત્તર-પૂર્વીય...

ભારતની સમૃદ્ધ ચા ની પરંપરા, પ્રાદેશિક વિવિધતા અને ‘ટી...

‘ઝી’ અને ગૂગલ એ લોકપ્રિય ઝી ટીવીના કાલ્પનિક શોમાં...

ઓગસ્ટ 2026: સમગ્ર ભારતમાં સૌથી અર્થપૂર્ણ કહી શકાય તેવા...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

ભારતમાં સૌપ્રથમ યામાહા YZF-R2 વૈશ્વિક સ્તરે પદાર્પણ કરે છે;...

• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here