ભારતીય શેરબજારો બુધવારે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 194 અંક વધી 53054 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 61 અંક વધી 15879 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ટાઈટન કંપની, મારૂતિ સુઝુકી, રિલાયન્સ, M&M, ટેક મહિન્દ્રા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાઈટન કંપની 2.06 ટકા ઘટીને 1727.05 પર બંધ રહ્યો હતો. મારૂતિ સુઝુકી 0.81 ટકા ઘટીને 7451.35 પર બંધ રહ્યો હતો. જોકે ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેન્ક, HDFC, નેસ્લ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ટાટ સ્ટીલ 4.38 ટકા વધી 1217.80 પર બંધ રહ્યો હતો. બજાજ ફિનસર્વ 2.28 ટકા વધી 12369.75 પર બંધ રહ્યો હતો.
FII અને DII ડેટા
NSE પર પ્રોવિઝનલ ડેટા મુજબ, શુક્રવારે 6 જુલાઈએ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધરૂપથી 543 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. તેમણે જેટલા રૂપિયાના શેર ખરીદ્યા હતા, તેનાથી વધુના શેર વેચ્યાં હતા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ શુદ્ધરૂપથી 521 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.
એશિયામાં મિશ્ર કારોબાર
એશિયાના શેરબજારમાં બુધવારે મિશ્ર કારોબાર રહ્યો. જાપાનના નિક્કેઈમાં 0.99 ટકાનો ઘટાડો આવ્યો. ચીનના શંઘાઈ કમ્પોઝિટમાં 0.66 ટકાનો ઉછાળો આવ્યો. હોંગકોંગના હેંગસેંગમાં 0.68 ટકાની નબળાઈ રહી. કોરિયાનો કોસ્પી 0.60 ટકા નબળાઈની સાથે બંધ થયો. ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડનરીમાં 0.90 ટકાનો ઉછાળો આવ્યો.
યુરોપીય બજારોમાં મજબૂત શરૂઆત
બુધવારે યુરોપીય બજારોમાં મજબૂત શરૂઆત થઈ છે. બ્રિટનના FTSEમાં લગભગ 0.70 ટકાની મજબૂતી છે. ફ્રાન્સનો CAC લગભગ 0.40 ટકા ઉપર ચાલી રહ્યો છે. જર્મનીના DAXમાં લગભગ 0.90 ટકા ઉછાળો છે. મંગળવારે અમેરિકાના બજારમાં મિશ્ર વલણ રહ્યું હતું. ડાઉ જોન્સ 0.60 ટકા ઘટી બંધ થયો હતો. જ્યારે નેસ્ડેકમાં 0.17 ટકાનો વધારો થયો હતો. S&P 500માં 0.20 ટકાનો ઘટાડો આવ્યો હતો.