Saturday, September 5, 2026
HomeBusinessસોનામાં વધ્યો ચળકાટ: સોનું 1810 ડોલર, ચાંદી રૂ.71000 ક્રોસ

સોનામાં વધ્યો ચળકાટ: સોનું 1810 ડોલર, ચાંદી રૂ.71000 ક્રોસ

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

નવી દિલ્હી: સોનામાં છેલ્લા બે-ત્રણ માસથી ભાવ સપાટી નીચી રહેવાના કારણે હેજફંડ્સ, સેન્ટ્રલ બેન્કોનું આકર્ષણ વધ્યું છે. નીચલા સ્તરથી ખરીદી ખુલતા આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 25 ડોલર વધી 1800 ડોલરની સપાટી કુદાવી 1810 ડોલર જ્યારે ચાંદી 26.70 ડોલરની સપાટી કુદાવી 26.80 ડોલર ક્વોટ થવા લાગી છે. કોરોના મહામારીના કારણે મોટા ભાગના દેશોની સેન્ટ્રલ બેન્કો સોનાની ખરીદીથી દૂર રહી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભાવ નીચા રહેતા ખરીદી ખુલી છે. સેન્ટ્રલ બેન્કો દ્વારા ખરીદી 10 વર્ષના તળિયે પહોંચી હતી. જોકે, હવે સેન્ટ્રલ બેન્કોએ ફરી વખત સોનાની ખરીદીમાં ઉત્સાહ દર્શાવ્યો છે. થાઇલેન્ડ જેવા દેશોની સેન્ટ્રલ બેન્કો પણ સોનામાં હોલ્ડિંગ વધારી રહી છે. તાજેતરમાં ધાનાએ પણ સોનાની ખરીદીની યોજના બનાવી છે. હાજર બજારમાં પણ સોના-ચાંદીમાં મજબૂત સ્થિતિ જોવા મળી હતી. સોનું 400ના સુધારા સાથે રૂ.49500 અને ચાંદી 500 વધી ફરી 71000ની સપાટી પરપહોંચી છે. આવનાર સમયમાં મોંઘવારી વધવાનું જોખમ છે. બુલિયન એનાલિસ્ટોનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે બિઝનેસ સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળી રહ્યો છે જેના કારણે તમામ દેશોની સેન્ટ્રલ બેન્ક સોનામાં ફરી નવી ખરીદી કરશે. જો સેન્ટ્રલ બેન્ક પણ સોનાની ખરીદી કરે છે તો તેનાથી સોનાની કિંમતોમાં સુધારો આવી શકે છે. ગત સપ્તાહે પ્રકાશિત વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના એક સર્વે મુજબ પાંચમાંથી એક સેન્ટ્રલ બેન્ક આગામી વર્ષે પોતાના સોનાનો ભંડાર વધારવાનો ઇરાદો રાખે છે.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here