આજે ફરીથી પેટ્રોલના ભાવ(Petrol-Diesel Price Today)માં ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ 28 પૈસા મોંઘુ કરવામાં આવ્યું છે પરંતુ સામે રાહતના એક સમાચાર એક પણ મળી રહ્યા છે કે ડીઝલના ભાવમાં 16 પૈસાનો ઘટાડો થયો છે. દેશની રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ 101.19 પર પહોંચી ગયો છે. તો બીજી તરફ ભાવમાં ઘટાડા પછી ડીઝલ 89.72 રૂપિયા પ્રતિ લિટર પર વેચાઇ રહ્યું છે.ઉલ્લેખનીય છે કે દેશના 17 થી વધુ રાજ્યમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયો છે. આ 17 રાજ્યોની યાદીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, લદ્દાખ, કર્ણાટક, જમ્મુ-કાશ્મીર, ઓડિશા, તમિળનાડુ, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ, દિલ્હી, પુડુચેરી અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલ ફરી એકવાર 76 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. આ વર્ષે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જંગી વધારો થયો છે જ્યારે ઘટાડો ફક્ત 4 વખત થયો છે. માત્ર આ વર્ષ વિશે વાત કરીએ તો પેટ્રોલના ભાવમાં અત્યાર સુધીમાં 15% નો વધારો થયો છે. માર્ચ અને એપ્રિલમાં જ્યારે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની હતી ત્યારે ભાવ સ્થિર રહ્યા હતા. માર્ચમાં ત્રણ વખત અને એપ્રિલમાં એકવાર કિંમતમાં કાપ મૂકવામાં આવ્યો હતો. એક વર્ષમાં પેટ્રોલના ભાવમાં રૂ 20.76 નો વધારો થયો છે. 12 જુલાઈ 2020 ના રોજ, દિલ્હીમાં પેટ્રોલનો રેટ 80.43 રૂપિયા હતો.તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.
એક વર્ષમાં પેટ્રોલ 20 રૂપિયા મોંઘુ થયું,જાણો તમારા શહેરના પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ
Date: