બેંક કર્મચારીઓ માટે સારા સમાચાર, દર વર્ષે 10 Surprise Leave મળશે, જાણો RBIએ શું આપ્યો આદેશ

0
21
બેંકોને તેમના નિયામક મંડળની માન્ય નીતિ મુજબ સંવેદનશીલ પોસ્ટ્સની યાદી તૈયાર કરવા અને સમયાંતરે તેની સમીક્ષા કરવા કહેવામાં આવ્યું છે. આરબીઆઈએ બેંકોને છ મહિનાની અંદર સૂચનોનું પાલન કરવાનું કહ્યું છે.
બેંકોને તેમના નિયામક મંડળની માન્ય નીતિ મુજબ સંવેદનશીલ પોસ્ટ્સની યાદી તૈયાર કરવા અને સમયાંતરે તેની સમીક્ષા કરવા કહેવામાં આવ્યું છે. આરબીઆઈએ બેંકોને છ મહિનાની અંદર સૂચનોનું પાલન કરવાનું કહ્યું છે.

RBI mandatory leave policy: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંક કર્મચારીઓ માટે મોટો નિર્ણય લીધો છે. આરબીઆઈએ કહ્યું છે કે સંવેદનશીલ હોદ્દા પર કામ કરતા બેન્કરોને દર વર્ષે ઓછામાં ઓછા 10 દિવસની સરપ્રાઈઝ લિવ(Surprise Leave) મળશે. શેડ્યુલ કોમર્શિયલ બેંકો ઉપરાંત આરબીઆઈનું નવો નિયમ ગ્રામીણ વિકાસ બેંક અને સહકારી બેંકો પર પણ લાગુ થશે.2015 ના પરિપત્ર મુજબ ટ્રેઝરી ઓપરેશન્સ, કરન્સી ચેસ્ટ, રિસ્ક મોડેલિંગ, મોડેલ વેલિડેશન જેવા વિભાગોમાં કામ કરતા બેન્કર્સને સંવેદનશીલ માનવામાં આવે છે. આરબીઆઈ સંવેદનશીલ પોસ્ટ્સની યાદી પણ બહાર પાડશે, જેને દર વર્ષે “mandatory leave” હેઠળ અચાનક રજા આપવામાં આવશે. નિયમ હેઠળ આ રજા બેન્કર્સને તેમને કોઈ પૂર્વ સૂચના આપ્યા વિના અચાનક આપવામાં આવશે. રૂરલ ડેવલપમેન્ટ બેન્ક અને સહકારી બેંક સહિતની બેંકોને મોકલવામાં આવેલી માહિતીમાં આરબીઆઇએ વિવેકપૂર્ણ જોખમ સંચાલનનાં ઉપાય(RBI Modified risk management guidelines) હેઠળ અણધારી રજા આપવાની નીતિ ઘડવા કહ્યું છે.