એક વર્ષની રિલેશનશીપ પછી 17 વર્ષીય કિશોરીને બોયફ્રેંડે છોડી દેતાં ઝેરી દવા ખાઈને આત્મહત્યા કરી. ગોંડલના તુલસીબાગ ગાર્ડનમાં સોમવારે સવારે નેહા પરમાર નામની છોકરીએ ઝેર પીને આપઘાત કર્યો. તેને હોસ્પિટલ લઈ જવાઈ પરંતુ સારવાર દરમિયાન મોત થયું. પોલીસે જણાવ્યું કે, નેહાએ 3 પાનાની સ્યૂસાઈડ નોટ લખી છે. જેમાં તેના બોયફ્રેંડ જિગ્નેશ મકવાણા અને તેના દોસ્ત વિપુલ મકવાણા પર બળાત્કારનો આરોપ મૂક્યો છે.નેહાએ સ્યૂસાઈડ નોટમાં જિગ્નેશના પિતા મોહન, માતા હંસા અને કાકાઓ રાઉજી-મનજી પર શારીરિક અને માનસિક ત્રાસનો આરોપ લગાવ્યો છે. અંતે આ બધુ સહન ન થતાં નેહાએ આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસે જણાવ્યું. પોલીસે જિગ્નેશ, તેના પરિવાર અને મિત્ર સહિત 6 લોકો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. જિગ્નેશ અને વિપુલ સામે બળાત્કાર અને અપહરણનો પણ ગુનો નોંધ્યો છે.કેસની વાત કરીએ તો, નેહા અને જિગ્નેશ એકબીજાને પ્રેમ કરતા હતા અને 25 એપ્રિલ 2017ના રોજ ઘરેથી ભાગી ગયા હતા. બંને જણા જિગ્નેશના કાકા રાઉજી મકવાણાના ઘરે રોકાયા હતા. થોડા દિવસો બાદ નેહાના પિતાની ફરિયાદના આધારે પોલીસે જિગ્નેશની બળાત્કાર અને અપહરણના ગુનામાં ધરપકડ કરી હતી. નેહાના મેડિકલ રિપોર્ટમાં તેના પર બળાત્કાર ન થયો હોવાનું જાણવા મળ્યું. ત્યારબાદ નેહાને 3 મહિના માટે છોકરીઓના વિશેષ ગૃહમાં મોકલવામાં આનારી ગૃહમાંથી પરત આવ્યા બાદ નેહાએ જિજ્ઞેશ સાથે રહેવાની જીદ કરતાં બંને પરિવારોએ સમાધાન કર્યું અને નેહા ગત વર્ષે ઓગસ્ટમાં જિજ્ઞેશના ઘરે રહેવા ગઈ. નેહાના પિતાએ ફરિયાદ નોંધાવી કે 5 દિવસ પહેલા જિજ્ઞેશ અને તેના પરિવારે નેહાને ઘરમાંથી કાઢી મૂકી. 16 જૂને નેહાએ જિજ્ઞેશ અને તેના પરિવાર વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જો કે કોઈ પગલાં ન લેવાયા. સ્યૂસાઈડ નોટમાં નેહાએ લખ્યું છે કે, જિજ્ઞેશ અને વિપુલે તેની સાથે અનેકવાર બળાત્કાર કર્યો. જ્યારે તેણે જિજ્ઞેશના પરિવારને આ વિશે જાણ કરી તો તેમણે નેહા સાથે મારપીટ ક