Thursday, January 16, 2025
HomeBusinessશેરબજાર અપડેટ: સેન્સેક્સ 397 પોઈન્ટ ઉછળીને 52770,નિફટી સ્પોટ 99 પોઈન્ટ વધીને 16125

શેરબજાર અપડેટ: સેન્સેક્સ 397 પોઈન્ટ ઉછળીને 52770,નિફટી સ્પોટ 99 પોઈન્ટ વધીને 16125

Date:

spot_img

Related stories

સંગીત વાદ્ય “પખાવજ” ની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી, સંગીત...

અમદાવાદમાં રવિવારે એચ કે ઓડિટોરિયમ ખાતે આચાર્ય ગૃહ મંદિર...

ઊંધિયા વગર ઉત્તરાયણ તો અધૂરી જ લાગે! માત્ર અમદાવાદમાં...

ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે....

“પતંજલિ સ્કૂલ્સના એજ્યુકેશન ફેસ્ટ. 2025” માં ધ્યાનમ પ્રોડક્શન્સ દ્વારા...

અવલોકનની અનુભૂતિ કરાવવાના વિચાર સાથે પતંજલિ સ્કૂલ્સના અનુભવી શિક્ષકોના...

પતંગ રસિયા આનંદો : હવામાન ખાતાની આગાહી, પવનની ગતિ...

પતંગોત્સવ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે...

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં 80 હજાર લોકો ઉમટ્યા

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં બાળકો સહિત 80 હજારથી...

કોઈને મોક્ષની આશા તો કોઈ આધ્યાત્મિક યાત્રા પર, મહાકુંભમાં...

આજે પોષ પૂનમના અવસરે મહાકુંભ 2025નો પ્રારંભ થઇ ગયો...
spot_img

મુંબઈ :  ચોમાસાની સારી પ્રગતિ અને કોરોના સંક્રમણ અત્યંત ઘટી આવતાં દેશની આર્થિક ગતિવિધિને મળી રહેલા વેગ અને મેન્યુફેકચરીંગ ક્ષેત્રે પણ પ્રવૃતિ વધી રહી હોઈ ફંડોએ  આજે શેરોમાં ફરી મોટી તેજી કરી હતી. સંસદના ચોમાસુ સત્રમાં  ૨૩ ખરડા રજૂ થવાના હોઈ  જેમાં કોલસો ધરાવતી જમીનને હસ્તગત કરવા સંબંધિત કોલ બેરિંગ એરિયા(એક્વિઝિશન એન્ડ ડેવલપમેન્ટ) અમેન્ડમેન્ટ બિલ ૨૦૨૧, ઈલેક્ટ્રિસિટી(અમેન્ડમેન્ટ બિલ), લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશીપ(અમેન્ડમેન્ટ ) બિલ, ૨૦૨૧,  પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી(અમેન્ડમેન્ટ) બિલ ૨૦૨૧, ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન(અમેન્ડમેન્ટ) બિલ, ૨૦૨૧, પેટ્રોલિયમ એન્ડ મિનરલ્સ સહિતમાં સુધારાનો સમાવેશ હોઈ આગામી દિવસોમાં આર્થિક વિકાસને  વેગ મળવાની અપેક્ષાએ ફંડોની આજે શેરોમાં લેવાલી રહી હતી. બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ,  મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની તેજીએ સેન્સેક્સ ૩૯૭.૦૪ પોઈન્ટ ઉછળીને ૫૨૭૬૯.૭૩ અને નિફટી સ્પોટ ૧૧૯.૭૫ પોઈન્ટ ઉછળીને ૧૫૮૧૨.૩૫ બંધ રહ્યા હતા. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધીને બ્રેન્ટ ક્રુડના ૭૫.૫૬ ડોલર અને નાયમેક્ષ ક્રુડના ૭૪.૪૭ ડોલર નજીક રહ્યા હતા. રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૮ પૈસા ઘટીને રૂ.૭૪.૪૯ રહ્યો હતો. સેન્સેક્સ નીચામાં ૫૨૫૪૫ થઈ વધીને ૫૨૮૦૬ સુધી પહોંચી અંતે ૩૯૭ પોઈન્ટ ઉછળીને ૫૨૭૭૦ટ્રેડીંગની શરૂઆત આજે અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૫૨૩૭૨.૬૯ સામે ૫૨૬૯૪.૮૯ મથાળે ખુલીને આરંભથી જ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં તેજીમાં આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિત વધી આવતાં અને સન ફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એનટીપીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી, ટાઈટન કંપની, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ઓટો, નેસ્લે ઈન્ડિયા, ટાટા સ્ટીલ સહિતમાં તેજીએ એક સમયે વધીને ૫૨૮૦૬.૮૬ સુધી પહોંચી જઈ એચસીએલ ટેકનોલોજી, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, મારૂતી સુઝુકી, ટેક મહિન્દ્રા, હિન્દુસ્તાન યુનિલિવર, પાવર ગ્રીડ કોર્પ, ઈન્ફોસીસ, એશીયન પેઈન્ટસ સહિતમાં પ્રોફિટ બુકિંગે અંતે ૩૯૭.૦૪ પોઈન્ટ વધીને ૫૨૭૬૯.૭૩ બંધ રહ્યો હતો.નિફટી સ્પોટ ૧૫૬૯૨ થી  વધીને ૧૫૮૨૦ સુધી પહોંચી અંતે ૧૨૦ પોઈન્ટ વધીને ૧૫૮૧૨એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૫૬૯૨.૬૦ સામે ૧૫૭૯૪ મથાળે ખુલીને આરંભથી જ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી લિમિટેડ, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, ઈન્ડસઈન્ડ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બજાજ ફાઈનાન્સ સહિતમાં લેવાલી સાથે સન ફાર્મા, એનટીપીસી, લાર્સન એન્ડ ટુબ્રો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાઈટન સહિતમાં આકર્ષણે વધીને ઉપરમાં ૧૫૮૨૦.૮૦ થઈ વધ્યામથાળે ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, અદાણી પોર્ટસ, મારૂતી સુઝુકી, એચસીએલ ટેકનોલોજી, ટેક મહિન્દ્રા, ટાટા કન્ઝયુમર ડયુરેબલ્સ, હિન્દુસ્તાન યુનિલિવર, વિપ્રો સહિતમાં પ્રોફિટ બુકિંગે અંતે ૧૧૯.૭૫ પોઈન્ટ વધીને ૧૫૮૧૨.૩૫ બંધ રહ્યો હતો.નિફટી જુલાઈ  ફયુચર ૧૫૭૧૧ થી વધીને ૧૫૮૩૩ : બેંક નિફટી જુલાઈ ફયુચર ૩૫૩૧૧ થી વધીને ૩૫૭૪૪ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ફંડોએ તેજી કરી હતી. નિફટી જુલાઈ ફયુચર ૧૫૭૧૧.૯૫ સામે ૧૫૭૯૮.૨૫ મથાળે ખુલીને નીચામાં ૧૫૭૫૮.૨૫ થઈ વધીને ૧૫૮૪૨.૫૫ સુધી પહોંચી અંતે ૧૫૮૩૩.૯૫ રહ્યો હતો. બેંક નિફટી જુલાઈ ફયુચર ૩૫૩૧૧.૫૫ સામે ૩૫૫૩૦ મથાળે ખુલીને નીચામાં ૩૫૪૬૧.૧૫ થઈ વધીને ૩૫૮૧૫ સુધી જઈ અંતે ૩૫૭૪૪ રહ્યો હતો.

સંગીત વાદ્ય “પખાવજ” ની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી, સંગીત...

અમદાવાદમાં રવિવારે એચ કે ઓડિટોરિયમ ખાતે આચાર્ય ગૃહ મંદિર...

ઊંધિયા વગર ઉત્તરાયણ તો અધૂરી જ લાગે! માત્ર અમદાવાદમાં...

ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે....

“પતંજલિ સ્કૂલ્સના એજ્યુકેશન ફેસ્ટ. 2025” માં ધ્યાનમ પ્રોડક્શન્સ દ્વારા...

અવલોકનની અનુભૂતિ કરાવવાના વિચાર સાથે પતંજલિ સ્કૂલ્સના અનુભવી શિક્ષકોના...

પતંગ રસિયા આનંદો : હવામાન ખાતાની આગાહી, પવનની ગતિ...

પતંગોત્સવ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે...

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં 80 હજાર લોકો ઉમટ્યા

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં બાળકો સહિત 80 હજારથી...

કોઈને મોક્ષની આશા તો કોઈ આધ્યાત્મિક યાત્રા પર, મહાકુંભમાં...

આજે પોષ પૂનમના અવસરે મહાકુંભ 2025નો પ્રારંભ થઇ ગયો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here