કપાસનું વાવેતર ઘટયાના નિર્દેશો વચ્ચે કોટન વોશ્ડમાં આગેકૂચ

0
20
સિંગખોળ, સોયાખોળ તથા સનફલાવર ખોળમાં રૂ.૪૦૦થી ૫૦૦ની તેજી,આયાતી ખાદ્યતેલો ઉંચકાયા
સિંગખોળ, સોયાખોળ તથા સનફલાવર ખોળમાં રૂ.૪૦૦થી ૫૦૦ની તેજી,આયાતી ખાદ્યતેલો ઉંચકાયા

મુંબઈ : તેલિ-બિયાં બજારમાં આજે આયાતી પામતેલ તથા સોયાતેલના ભાવમાં તેજી આગળ વધી હતી જ્યારે સનફલાવરના ભાવ જળવાઈ રહ્યા હતા. સિંગતેલ તથા કપાસીયા તેલના ભાવ મક્કમ રહ્યા હતા. કપાસનું વાવેતર વિવિધ ઉત્પાદક મથકોએ અપેક્ષાથી ઓછું થયાના નિર્દેશો વચ્ચે ઉત્પાદક મથકોએ આજે કોટન વોશ્ડના ભાવ ૧૦ કિલોના રૂ.૧૩૨૫થી ૧૩૨૮ વાળા વધુ વધી રૂ.૧૩૩૫થી ૧૩૪૦ રહ્યા હતા. મથકોએ સિંગતેલના ભાવ રૂ.૧૩૭૫થી ૧૪૦૦ તથા ૧૫ કિલોના ભાવ રૂ.૨૨૩૦થી ૨૨૪૦ રહ્યા હતા. મુંબઈ હાજર બજારમાં આજે ભાવ સિંગતેલના રૂ.૧૪૧૦થી ૧૪૨૦ તથા કપાસીયા તેલના રૂ.૧૩૭૦ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૧૪૩૦ તથા રિફાઈન્ડના રૂ.૧૪૬૦ રહ્યા હતા. આયાતી પામતેલના ભાવ વધી રૂ.૧૧૭૦થી ૧૧૭૫ રહ્યા હતા. વિવિધ રિફાઈનરીના વિવિધ ડિલીવરીમાં રૂ.૧૧૭૨થી ૧૧૭૫માં આશરે ૪૦૦ ટનના વેપાર થયા હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ વધી રૂ.૧૦૫૫થી ૧૦૬૦ રહ્યા હતા જ્યારે વાયદા બજારમાં આજે મોડી સાંજે સીપીઓ જુલાઈના ભાવ રૂ.૧૧થી ૧૨ વધી રૂ.૧૦૫૮ બોલાઈ રહ્યા હતા. જ્યારે સોયાતેલના ઓગસ્ટ વાયદાના ભાવ રૂ.૧૮થી ૧૯ ઉછળી રૂ.૧૨૨૭.૫૦ રહ્યા હતા. મસ્ટર્ડ સીડના ભાવ વાયદામાં આજે અઢીથી ત્રણ ટકા ઉંચકાયા હતા. સોયાબીન વાયદામાં ચાલ જોકે ધીમી રહી હતી.દરમિયાન, મલેશિયામાં આજે પામતેલનો વાયદો વધતાં વિવિધ ડિલીવરીમાં ભાવ ૫૬, ૧૨૨, ૧૧૪ તથા ૯૯ પોઈન્ટ ઉંચા બંધ રહ્યા હતા. ઉપરાંત ત્યાં પામ પ્રોડકટના ભાવ પણ ૫થી ૧૦ ડોલર વધ્યાના સમાચાર મળ્યા હતા. અમેરિકાના કૃષીબજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાબીનના ભાવ ૨૮૪ પોઈન્ટ ઉછળ્યા હતા. ઉપરાંત ત્યાં સોયાતેલના ભાવ ૨૫૮ પોઈન્ટ તથા સોયાખોળના ભાવ ૨૫૮ પોઈન્ટ તથા સોયાખોળના ભાવ ૨૪ પોઈન્ટ, કોટનના ભાવ ૪૮ પોઈન્ટ વધ્યા હતા. આજે સાંજે ત્યાં પ્રોજેકશનમાં સોયાતેલ તથા સોયાબીનના ભાવ પ્લસમાં ચાલી રહ્યા હતા જ્યારે કોટન તથા સોયાખોળના ભાવ પ્રોજેકશનમાં માઈનસમાં રહ્યાના નિર્દેશો હતા. આર્જેન્ટીના બાજુ તેલમાં પિલાણ વધ્યાના સમાચાર હતા. ચીનમાં આજે પામતેલના ભાવ જોકે નરમ રહ્યા હતા. સામે ત્યાં સોયાબીન, સોયાતેલ તથા સોયાખોળના ભાવ પ્લસમાં રહ્યાના સમાચાર હતા. ઘરઆંગણે આજે સોયાબીનની આવકો મધ્ય- પ્રદેશ બાજુ આશરે ૭૦ હજાર ગુણી તથા મહારાષ્ટ્ર બાજુ ૩૫ હજાર ગુણી આવી હતી જ્યારે ઓલ ઈન્ડિયા સોયાબીનની આવકો આજે આશરે ૧ લાખ ૧૫ હજાર ગુણી આવ્યાના નિર્દેશો મળ્યા હતા. મસ્ટર્ડની આવકો આજે રાજસ્થાન બાજુ આશરે એક લાખ ગુણી આવી હતી તથા ઓલ ઈન્ડિયા આવકો આશરે બે લાખ ગુણી આવી હતી. રાજસ્થાન બાજુ ભાવ કિવ.ના રૂ.૭૨૦૦થી ૭૨૨૫ રહ્યાના નિર્દેશો હતા. મુંબઈ હાજર બજારમાં આજે દિવેલના ભાવ ૧૦ કિલોના રૂ.આઠ વધી જાતવાર ભાવ રૂ.૧૧૦૫થી ૧૧૨૫ રહ્યા હતા જ્યારે મુંબઈ હાજર  એરંડાના ભાવ કિવ.ના રૂ.૪૦ વધી રૂ.૫૪૨૫ રહ્યા હતા. એરંડા વાયદા બજારમાં આજે સાંજે ઓગસ્ટ વાયદાના ભાવ રૂ.૨૬ વધી રૂ.૫૩૮૦ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, મુંબઈ ખોળ બજારમાં આજે ટનદીઠ ભાવ સિંગખોળના રૂ.૪૦૦થી ૫૦૦ વધ્યા હતા.