પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમે વનડેમાં સૌથી ઝડપી 81 ઈનિંગમાં 14 સદી નોંધાવી છે. ઓછા સમયમાં આ સિદ્ધિ મેળવનારો તે પહેલો ખેલાડી બની ગયો છે. આની પહેલાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન હાશિમ આમલાના નામે આ રેકોર્ડ હતો. હાશિમે 84 ઈનિંગમાં આ રેકોર્ડ નોંધાવ્યો હતો.બાબરે આ અંગે ઈન્ડિયન ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પણ ઓવરટેક કરી દીધો છે. કોહલીએ ડેબ્યુ પછી 103 વનડે ઈનિંગમાં 14 સદી નોંધાવી હતી. સૌથી ફાસ્ટેસ્ટ સદીના રેકોર્ડમાં કોહલી દુનિયાનો ચોથા નંબરનો બેટ્સમેન બની ગયો હતો.
પાકિસ્તાની કેપ્ટન બાબરે આ સિદ્ધિ ઇંગ્લેન્ડ સામે 13 જુલાઈએ બર્મિંઘમની વનડે મેચમાં મેળવી હતી. આ મેચમાં બાબરે સદી મારી હોવા છતાં પાકિસ્તાની ટીમ મેચ હારી ગઈ હતી. ઇંગ્લેન્ડે 3-0થી પાકિસ્તાની ટીમને હરાવી હતી.ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં ટોસ હારીને પાકિસ્તાને પહેલા બેટિંગ કરતાં 9 વિકેટે 331 રન બનાવ્યા હતા, જેમાં કેપ્ટન બાબરે 139 બોલમાં 158 રન માર્યા હતા. આ તેનો વનડેમાં બેસ્ટ સ્કોર છે. વિકેટકીપર મોહમ્મજ રિઝવાને 74 અને ઇમામ ઉલ હકે 56 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ માટે બ્રાઇડન કોર્સે સૌથી વધુ 5 વિકેટ લીધી, જ્યારે સાકિબ મહમૂદે 3 સફળતા મેળવી હતી.જેના જવાબમાં ઇંગ્લેન્ડે 48 ઓવરમાં 7 વિકેટના નુકસાને 332 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ઈંગ્લિશ પ્લેયર જેમ્સ વિંસે 95 બોલમાં 102 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. લુઇસ ગ્રેગરીએ 77 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. પાકિસ્તાન તરફથી હારિસ રાઉફે સૌથી વધુ 4 વિકેટ અને શાદાબ ખાને 2 વિકેટ લીધી હતી.વિરાટ છેલ્લા 594 દિવસમાં એકપણ ફોર્મેટની અંદર સદી ફટકારી શક્યો નથી. તેણે છેલ્લી સદી નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામેની ડે-નાઇટ ટેસ્ટમાં મારી હતી. તેણે નવેમ્બર, 2019 પછી તમામ ફોર્મેટમાં કુલ 41 મેચ રમી છે, જેમાં તેણે 42.57ની એવરેજથી 1,703 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો હાઇએસ્ટ સ્કોર 94 રન નૉટઆઉટનો રહ્યો છે. ટેસ્ટમાં વિરાટ છેલ્લી 14 ઈનિંગમાં સદી મારી શક્યો નથી.ઈન્ડિયન કેપ્ટન વિરાટ કોહલીએ અત્યારસુધી 254 વનડેમાં 43 સદી સાથે 12 હજાર 219 રન બનાવ્યા છે, જ્યારે હાશિમ આમલાએ 181 વનડેમાં 27 સદી સાથે 8 હજાર 113 રન બનાવ્યા હતા. આમલાએ છેલ્લી વનડે 28 જૂન 2019ના રોજ શ્રીલંકા સામે રમી હતી.
ત્રીજી વનડેમાં 3 વિકેટે પાકિસ્તાનને હરાવ્યું
ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં ટોસ હારીને પાકિસ્તાને પહેલા બેટિંગ કરતાં 9 વિકેટે 331 રન બનાવ્યા હતા, જેમાં કેપ્ટન બાબરે 139 બોલમાં 158 રન માર્યા હતા. આ તેનો વનડેમાં બેસ્ટ સ્કોર છે. વિકેટકીપર મોહમ્મજ રિઝવાને 74 અને ઇમામ ઉલ હકે 56 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ માટે બ્રાઇડન કોર્સે સૌથી વધુ 5 વિકેટ લીધી, જ્યારે સાકિબ મહમૂદે 3 સફળતા મેળવી હતી.જેના જવાબમાં ઇંગ્લેન્ડે 48 ઓવરમાં 7 વિકેટના નુકસાને 332 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ઈંગ્લિશ પ્લેયર જેમ્સ વિંસે 95 બોલમાં 102 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. લુઇસ ગ્રેગરીએ 77 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. પાકિસ્તાન તરફથી હારિસ રાઉફે સૌથી વધુ 4 વિકેટ અને શાદાબ ખાને 2 વિકેટ લીધી હતી.