ટીમ ઇન્ડિયા કોરોનાની ઝપટમાં: ઇંગ્લેન્ડ પ્રવાસ પર બે ભારતીય ખેલાડી કોરોના પોઝિટિવ

0
19
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાિનલ પછી ઇંગ્લેન્ડમાં પરિવાર સાથે રજાઓ માણી રહેલા રહાણે અને રોહિત શર્મા.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાિનલ પછી ઇંગ્લેન્ડમાં પરિવાર સાથે રજાઓ માણી રહેલા રહાણે અને રોહિત શર્મા.

ઇંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલી ટીમ ઈન્ડિયા કોરોનાની ઝપટમાં આવી ગઈ છે. બે ખેલાડીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, જેમાંથી એકનો રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યો છે, જ્યારે અન્ય હજુ પણ આઇસોલેશનમાં છે, જોકે, તેનામાં કોઈ લક્ષણો નથી.જોકે બન્ને ખેલાડી કોણ છે એ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ખુલાસો કર્યો નથી. જણાવવામાં આવી રહ્યું છે કે બન્ને ખેલાડી અમુક દિવસ પહેલાં જ ભીડવાળા વિસ્તારમાં ગયા હતા. બન્ને ખેલાડીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ જ લાગ્યો છે. તમામ ખેલાડીઓને વેક્સિનનો બીજો ડોઝ ઈંગ્લેન્ડમાં જ અપાશે.લંડનમાં પરિવાર સાથે રજાઓ માણી રહ્યા હતા ખેલાડીઓ. કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત ઘણા ખેલાડીઓ પરિવાર સાથે ઈંગ્લેન્ડ ગયા છે. અહીં તેમને 14 જુલાઈના રોજ ટીમ સાથે જોડાવાનું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ 23 જૂનના રોજ રમાયા બાદ ખેલાડીઓ પરિવાર સાથે રજાઓ માણી રહ્યા છે. BCCI અધિકારીના જણાવ્યા મુજબ, ટીમના મોટા ભાગના ખેલાડીઓ લંડનની આસપાસ જ રહ્યા છે અને પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. તમામ ખેલાડીઓને કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ અપાયો છે, હવે બીજો ડોઝ અપાશે.પાકિસ્તાન સામેની વનડે સિરીઝના માત્ર 2 દિવસ પહેલાં, એટલે કે 6 જુલાઈએ ઇંગ્લેન્ડના 3 ખેલાડી સહિત 7 લોકો પોઝિટિવ આવ્યા હતા. આ પછી દરેકને આઇસોલેટ કરી દેવાયા છે
અને પાકિસ્તાન સામેની પહેલી મેચમાં આખી નવી ટીમને ઉતારવામાં આવી હતી. જોકે હવે બધા ખેલાડીઓ બરાબર છે.બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં 42 હજાર 302 કેસ નોંધાયા છે. જાન્યુઆરી મહિના પછી પહેલીવાર આટલી મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે. હાલ બ્રિટનમાં 7 લાખ 30 હજારથી વધારે એક્ટિવ કેસ છે. બ્રિટનમાં સતત વધતા કેસથી અહીંની સરકાર પણ ચિંતિત છે.