ઉદ્યોગપતિ વિજય માલ્યાને લંડનની હાઈકોર્ટે આજે બેન્કરપ્ટ (નાદાર) જાહેર કર્યો છે. બ્રિટનની કોર્ટ દ્વારા માલ્યાને નાદાર જાહેર કરવામાં આવ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે. આ સાથે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ના વડપણ હેઠળ ભારતીય બેન્કોના ગ્રુપે આ કેસમાં જીત મેળવી છે. બેન્કો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં માલ્યાની કિંગ ફિશર એરલાયન્સને આપવામાં આવેલી લોનની વસૂલાત માટે તેને નાદાર જાહેર કરવાની માગ કરવામાં આવી હતી.લંડનની હાઈકોર્ટે આ ચૂકાદો આપતા હવે માલ્યાની મિલકતોને જપ્ત કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.માલ્યા પાસે લંડન હાઈકોર્ટના ચૂકાદા સામે અપિલ કરવાની કોઈ તક રહી નથી. EDએ અગાઉ કહ્યું હતું કે શરાબના કોરાબોરી ભારતમાં પ્રત્યર્પણ સામે બ્રિટનની કોર્ટમાં પોતાનો કેસ હારી ગયા છે.65 વર્ષિય માલ્યાની એરલાઈન કંપની કિંગફિશર નાણાકીય કટોકટીમાં આવી જવાને લીધે 20 ઓક્ટોબર,2012થી ઉડ્ડાન ભરી શકી નથી. વિજય માલ્યાને જાન્યુઆરી, 2019માં ચુકવણી નહીં કરી શકતા અને બેન્કો સાથે છેતરપિંડી કરવાના આરોપમાં ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યો છે. માલ્યા 2 માર્ચ, 2016ના રોજ ભારત છોડી ભાગ્યો હતો.17 બેન્કના આશરે 9 હજાર કરોડ ફસાયા વિજય માલ્યાએ 17 બેન્ક પાસેથી આશરે 9 હજાર કરોડ રૂપિયા અને વ્યાજની ચુકવણી કરી ન હતી. તેમા SBI સહિત પંજાબ નેશનલ બેન્ક, IDBI બેન્ક, બેન્ક ઓફ બરોડા, અલ્હાબાદ બેન્ક, ફેડરલ બેન્ક, એક્સિસ બેન્કનો સમાવેશ થાય છે.વિજય માલ્યાને ધિરાણ આપનારી બેન્કોએ તેના શેરના વેચાણ મારફતે રૂપિયા 792.12 કરોડની ચુકવણી કરવામાં આવી હતી. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના વડપણ હેઠળની બેન્કોના કન્સોર્ટીયમ તરફથી ડેટ રિકવરી ટ્રાઈબ્યુનલે માલ્યાના શેરોનું વેચાણ કર્યું હતું. મની લોન્ડ્રીંગ સંબંધિ એક કેસમાં ED એ આ શેરો જપ્ત કર્યાં હતા. તેણે શેરોનું વેચાણ કરવા માટે પરવાનગી આપી હતી.વિજય માલ્યા મુદ્દે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ શનિવારે કહ્યું હતું કે માલ્યા સામે ભારતે એક મજબૂત કેસ તૈયાર કર્યો છે અને બ્રિટનના અધિકારીઓએ તેના પ્રત્યર્પણ અંગે ખાતરી આપી છે.વિદેશ સચિવે વિજય માલ્યાના પ્રત્યર્પણમાં થતા વિલંબ અંગે કહ્યું હતું કે અમને કહેવામાં આવ્યું છે કે આ અંગેની પ્રક્રિયા ચાલી રહી છે અને બ્રિટન પક્ષ માલ્યાના પ્રત્યર્પણ અંગે કાર્ય કરી રહ્યું છે.
વિજય માલ્યાને વધુ એક આંચકો: બ્રિટનની હાઈકોર્ટે પ્રથમ વખત વિજય માલ્યાને નાદાર જાહેર કર્યો
Date: