અર્થતંત્રનો ઉદ્ધાર! :સરકારની તિજોરીમાં GST વસુલાત સ્વરૂપમાં રૂપિયા 1.16 લાખ કરોડ

0
42
કોવિડ-19ને લગતા નિયંત્રણો હળવા કરવાથી જુલાઈમાં GST કલેક્શનનો આંકડો ફરી એક વખત રૂપિયા 1 લાખને પાર થયો છે
કોવિડ-19ને લગતા નિયંત્રણો હળવા કરવાથી જુલાઈમાં GST કલેક્શનનો આંકડો ફરી એક વખત રૂપિયા 1 લાખને પાર થયો છે

નાણાં મંત્રાલયે રવિવારે ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST)એકત્રિકરણને લગતી માહિતી જાહેર કરી છે. આ માહિતી પ્રમાણે જુલાઈ મહિનામાં GST મારફતે પ્રાપ્ત થયેલી રકમ રૂપિયા 1,16,393 કરોડ થઈ છે. જૂન મહિનામાં આ આંકડો રૂપિયા 92,849 કરોડ હતો.જુલાઈ મહિનામાં GSTનું કુલ કલેક્શનનો ડેટા વર્ષ અગાઉની તુલનામાં 33 ટકા વધારે છે. આ અગાઉ દેશમાં કોરોનાની બીજી લહેરને લીધે અનેક સ્થળો પર લોકડાઉન હોવાથી કલેક્શનનો આંકડો જૂન મહિનામાં 8 મહિના બાદ રૂપિયા 1 લાખ કરોડથી ઓછો નોંધાયો હતો.નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કોવિડ-19ને નિયંત્રણો હળવા કરવાથી જુલાઈ મહિનામાં GST કલેક્શનનો આંકડો ફરી એક વખત રૂપિયા 1 લાખને પાર થયો છે. આ બાબત અર્થતંત્રમાં ઝડપભેર રિકવરીને સ્પષ્ટપણે દર્શાવે છે. તેમણે કહ્યું કે આગામી સમયમાં પણ GST કલેક્શનના આંકવા વધવાની પૂરી શક્યતા છે.નાણાં મંત્રાલયના જણાવ્યા પ્રમાણે કુલ GST કલેક્શનમાં કેન્દ્ર સરકારનો હિસ્સો એટલે કે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (CGST)નો હિસ્સો રૂપિયા 22,197 કરોડ, રાજ્યનો હિસ્સો એટલે કે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (SGST) રૂપિયા 28,541 કરોડ, ઈન્ટીગ્રેટેડ એટલે કે ઈન્ટીગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (IGST)નો રૂપિયા 57,864 કરોડ તથા સેસનો રૂપિયા 7,790 કરોડ હિસ્સાનો સમાવેશ થાય છે.​​​​​​​સરકારે કારોબારીઓને મોટી રાહત આપતી છે. હવે રૂપિયા 5 કરોડથી વધારે બિઝનેસ કરનારને GST કરદાતા તેનું વાર્ષિક રિટર્ન જાતે જ સર્ટિફાઈડ કરી શકશે. આ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે ફરજિયાત ઓડિટ સર્ટિફિકેશન કરાવવું જરૂરી નહીં હોય. આ અંગે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC)એ આદેશ આપ્યા છે.