ક્વાર્ટર ફાઇનલમાં ગ્રેટ બ્રિટનને 3-1થી હરાવ્યું | છેલ્લા 5 વર્ષમાં ઈન્ડિયાનું પ્રશંસનીય પ્રદર્શન, પુરુષ હોકીમાં ઈન્ડિયાએ 8 ગોલ્ડ મેડલ જીત્યા
ભારતીય હોકી ટીમે 1972 બાદ પ્રથમ વખત સેમિફાઇનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો છે. ક્વાર્ટર ફાઇનલમાં ભારતે ગ્રેટ બ્રિટનને 3-1થી હરાવ્યું હતું. ટીમ ઇન્ડિયા માટે દિલપ્રીત સિંહે 7મી મિનિટે, ગુરજંત સિંહે 16મી અને હાર્દિક સિંહે 57મી મિનિટે ગોલ કર્યા હતા. ટીમ ઇન્ડિયા હવે સેમીફાઇનલમાં બેલ્જિયમ સામે ટકરાશે. 1972 ઓલિમ્પિકમાં સેમીફાઇનલ ફોર્મેટમાં હોકી રમી હતી. ત્યારપછી 1976માં ટીમ ઈન્ડિયા નોકઆઉટમાં નહોતી પહોંચી હતી. 1980માં ઈન્ડિયાએ ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો, પરંતુ આ ઓલિમ્પિકમાં સેમીફાઇનલ ફોર્મેટ નહોંતું. જેમાં ગ્રપુ સ્ટેજ બાદ પોઇન્ટવાળી 2 ટીમ સીધી ફાઇનલ મેચ રમી હતી.
ભારતીય પુરુષ હોકી ટીમ 49 વર્ષ બાદ સેમીફાઇનલમાં પહોંચી છે. છેલ્લી વખત 1980મા ટીમ ટોપ-4મા પહોંચી હતી અને પછી ફાઇનલ મેચમાં ભારતે ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. ત્યારપછી ટીમ ક્યારેય ટોપ-4મા પહોંચી શકી નથી.
ઓલિમ્પિકમાં ભારત અને ગ્રેટ બ્રિટનનો રેકોર્ડ:
ભારત અત્યારે વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજા અને બ્રિટન છઠ્ઠા નંબરે છે. ઓલિમ્પિકમાં બંને ટીમો આઠ વખત સામ-સામે છે. ભારત અને બ્રિટન બંનેએ 4-4 મેચ જીતી છે.
ટીમ ઈન્ડિયા અત્યારે શાનદાર ફોર્મમાં છે. ટીમે પૂલ તબક્કામાં 5માંથી 4 મેચ જીતી છે. આ દરમિયાન ભારતે 2016ની રિયો ઓલિમ્પિક ચેમ્પિયન આર્જેન્ટિનાની ટીમને પણ હરાવી હતી. તેમણે ઓસ્ટ્રેલિયા સામે માત્ર હાર મળી.
બ્રિટનની ટીમે પૂલ તબક્કામાં 5માંથી માત્ર 2 મેચ જીતી છે. બ્રિટનની ટીમ જર્મની સામે હારી ગઈ હતી અને નેધરલેન્ડ અને બેલ્જિયમ સામે પૂલ તબક્કાની છેલ્લી બે મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.
2018 કોમનવેલ્થ ગેમ્સમાં ભારત અને બ્રિટન બે વખત આમને-સામને આવ્યા હતા. ત્યારબાદ ભારતે ગ્રુપ સ્ટેજમાં બ્રિટનને 4-3થી હરાવ્યું હતું. જોકે, ત્યારપછી ઇંગ્લિશ ટીમે બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતને 2-1થી હરાવ્યું હતું.
ગ્રેટ બ્રિટને 1988ની સિઓલ ઓલિમ્પિક્સથી હોકીમાં મેડલ જીત્યો નથી. 2012 લંડન ઓલિમ્પિકમાં ટીમ ઓસ્ટ્રેલિયા સામે બ્રોન્ઝ મેડલ મેચમાં હારી ગઈ હતી.
ભારત અને બ્રિટન 1948 ઓલિમ્પિકમાં અંતિમ મેચ રમ્યા હતા. ત્યારબાદ ભારતે ઇંગ્લિશ ટીમને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. આ સ્વતંત્ર ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ હતો.
ટીમ ઇન્ડિયાએ 1952 અને 1960 ઓલિમ્પિકની નોકઆઉટ મેચોમાં ગ્રેટ બ્રિટનને હરાવ્યું. આના સિવાય ભારતે 1972 ઓલિમ્પિકના ગ્રુપ સ્ટેજમાં બ્રિટનને હરાવ્યું હતું.
આ 1972 પછી પહેલીવાર એવું થયું છે કે ઈન્ડિયન ટીમ પૂલ સ્ટેજમાં 4 કે તેથી વધુ મેચ જીતી હોય. 1972 ઓલિમ્પિકમાં ઈન્ડિયાએ પૂલ સ્ટેજમાં 7માથી 5 મેચ જીતી હતી. ત્યારપછી 2016 ઓલિમ્પિક સુધી ઈન્ડિયા ગ્રુપ સ્ટેજમા 3થી વધુ મેચ જીતી શક્યું નથી. 1984થી 2016 સુધી તો ઈન્ડિયન ટીમ ગ્રુપ સ્ટેજમાં ક્યારેય પણ 2થી વધુ મેચ જીતી શકી નથી.