ટોક્યો ઓલિમ્પિક્સ :પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો,ચીની ખેલાડીને બંને ગેમમાં હરાવી

0
26
અર્જેંટીના હોકી ટીમ મેડલની રેસમાંથી બહાર થઈ ગયુ
અર્જેંટીના હોકી ટીમ મેડલની રેસમાંથી બહાર થઈ ગયુ

ટોક્યો: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ બ્રોન્ઝ મેડલ મેચમાં ચીનની હી બિંગ ઝિયાઓ સામે મેચ જીતી ગઈ છે. સિંધુએ પ્રથમ ગેમ 21-13થી તથા બીજી ગેમ પણ 21-15થી જીતી બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો છે. આ મેચ 53 મિનિટ સુધી ચાલી હતી.સિંધુ બે અલગ-અલગ ઓલિમ્પિકમાં મેડલ જીતનાર વિશ્વની ચોથી બેડમિન્ટન ખેલાડી બની ગઈ છે. સિંધુ સતત 2 ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પહેલી ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે, આની સાથે જ પીવી સિંધુએ સુશીલ કુમારનાં રેકોર્ડની પણ બરાબરી કરી દીધી છે.સિંધુએ 2016ની રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અગાઉ આ સિદ્ધિ માત્ર રેસલર સુશીલ કુમારના નામે હતી. એણે વ્યક્તિગત સ્પર્ધામાં ભારત તરફથી બે ઓલિમ્પિક મેડલ જીત્યા છે. સુશીલે બિજિંગ (2008) ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ અને લંડન ઓલિમ્પિક (2012)માં સિલ્વર મેડલ જીત્યો હતો.આ સાથે જ ભારતીય પુરુષ હોકી ટીમની ક્વાર્ટર ફાઇનલ મેચ બ્રિટન વિરૂદ્ધ શરુ થઈ ગઈ છે. અત્યારે ભારતીય પુરુષ હોકી ટીમ 2-0થી આગળ છે. ઈન્ડિયન ટીમ પાસે 41 વર્ષ પછી ટોપ-4માં પ્રવેશવાની તક છે.છેલ્લી વખત 1980મા ટીમ ટોપ-4મા પહોંચી હતી અને પછી ફાઇનલ મેચમાં ભારતે ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. ત્યારપછી ટીમ ક્યારેય ટોપ-4મા પહોંચી શકી નથી. તેવામાં 8 વખતની ઓલિમ્પિક ચેમ્પિયન ભારતીય ટીમ પાસે ઇતિહાસનું પુનરાવર્તન કરવાની મોટી તક છે.

ટોક્યો ઓલિમ્પિકમાં ઈન્ડિયાનાં 3 મેડલ પાક્કા
હવે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ત્રણ મેડલ પાક્કા છે. ઈન્ડિયા માટે વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનુએ સિલ્વર જીત્યો છે. તે જ સમયે, બોક્સર લવલિના બોર્ગોહેને મહિલાઓના 69 કિલો વજન વર્ગમાં ઓછામાં ઓછું બ્રોન્ઝ મેડસ સુનિશ્ચિત કર્યો છે.