ભાજપના તમામ ધારાસભ્યોને બપોરે ત્રણ વાગ્યે બેઠક માટે હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રીની રેસમાં નીતિન પટેલ સૌથી આગળ છે. ત્યારે ગાંધીનગરમાં નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવાની માંગ સાથે દેખાવો કરવામાં આવ્યા હતા. હાથમાં પોસ્ટર સાથે લોકોએ નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી માંગ કરી હતીનીતિન પટેલે જણાવ્યું હતું કે વિજયભાઈ રૂપાણીએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. નીરિક્ષકોએ ભાજપના વરિષ્ઠ નેતાઓના મંતવ્ય લીધા છે. તમામ ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા સૂચના અપાઇ છે. આખુ ગુજરાત જેમને ઓળખતુ હોય તેવા જ મુખ્યમંત્રીની જરૂર છેરાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સુરક્ષા વધારી દેવામાં આવતાં નીતિન પટેલ જ મુખ્યમંત્રી બનશે એવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.રાજ્યમાં પાટીદાર મુખ્યમંત્રી આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. પાટીદાર નેતાઓમાં નીતિન પટેલ સૌથી પ્રબળ દાવેદાર છે. આ માહોલમાં રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને દિગ્ગજ પાટીદાર નેતા નીતિન પટેલનાં ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશની ફોર્મ્યુલા અનુસાર ગુજરાતમાં એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. રાજ્યમાં પાટીદાર મુખ્યમંત્રી બને તેવી પ્રબળ સંભાવના છે. આદિવાસી નેતાને નાયબ મુખ્યમંત્રીનું પદ મળી શકે છે.પ્રદેશ ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સીઆર પાટીલના નિવાસસ્થાને હાજર છે. ઓબીસી મોરચાના અધ્યક્ષ ઉદય કાનગડ પણ પાટીલના નિવાસસ્થાને હાજર છે.નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે. નરેન્દ્રસિહ તોમરે કહ્યું કે નવા નેતાના નામની ચર્ચા ધારાસભ્યો સાથે કરવાની હોય છે. તેઓએ કહ્યું કે ધારાસભ્યોને સાંભળ્યા બાદ નવા મુખ્યમંત્રી અંગે નિર્ણય કરાશે.