ગુજરાતના મુખ્યમંત્રી બનવાની છેલ્લી તક પણ ચૂકી જશે નીતિન પટેલ? મુખ્યમંત્રીપદના પ્રબળ દાવેદાર હોવા અંગે શું કહ્યું ?

0
21
ગુજરાતમાં વિજય રૂપાણીના રાજીનામા પછી ભાજપ કોને મુખ્યમંત્રી બનાવશે તેની અટકળો ચાલી રહી છે. રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મુખ્યમંત્રીપદની રેસમાં સૌથી આગળ હોવાનું કહેવાય છે.
ગુજરાતમાં વિજય રૂપાણીના રાજીનામા પછી ભાજપ કોને મુખ્યમંત્રી બનાવશે તેની અટકળો ચાલી રહી છે. રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મુખ્યમંત્રીપદની રેસમાં સૌથી આગળ હોવાનું કહેવાય છે.

ગુજરાતના મુખ્યમંત્રીપદેથી વિજય રૂપાણીનું રાજીનામુ લઈ લેવામાં આવ્યા બાદ હવે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નું શુ થશે? નીતિન પટેલ માટે આ કદાચ ગુજરાતના મુખ્યમંત્રી બનવાની છેલ્લી તક છે, પરંતુ જો આ વખતે પણ તેમને મુખ્યમંત્રી ન બનાવાય તેઓ આ છેલ્લી તક પણ ચૂકી જાય તેમ છે. મળતી માહિતી મુજબ નીતિન પટેલને મંત્રી મંડળમાંથી પડતા મૂકી ઉત્તરાખંડના રાજ્યપાલની ઓફર થઈ શકે છે. નહીતર સંગઠનમાં સ્થાન આપી સરકારમાંથી મુક્ત કરી શકાય છે.ગુજરાતમાં કોરોના કાળમાં સરકારની કામગીરી સામે પ્રજાનો રોષ ફેલાયો છે અને તેના કારણે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તે સમયે જ ઉભા થયેલા સત્તા વિરોધી જુવાળને ખાળવા માટે ભાજપ હાઈકમાન્ડ કઠોર કદમ લઈ રહી છે, જેના કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું તો રાજીનામું લઈ લેવામાં આવ્યું, પણ તેની સાથે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ પણ એટલા જ જવાબદાર હોવાનું માની રહેલા ભાજપના હાઈકમાન્ડ દ્વારા નીતિન પટેલને પણ પડતા મુકવામાં આવે તેવી શક્યતા છે.ગુજરાતમાં પાટીદારોની નારાજગી પણ ભાજપ માટે એક મહત્વનો મુદ્દો બની ગયો હતો. જેમાં પાટીદાર નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ આ મામલે નિષ્ફળ નીવડ્યા હોવાનું ભાજપના આગેવાનોનું માનવું હતું, એટલું જ નહીં ગુજરાતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન ઉભી થયેલી ગંભીર પરિસ્થિતિ માટે કેટલાક અંશે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી પણ જવાબદાર હોવાનું બહાર આવ્યું હતું.વિજય રૂપાણી સાથે સમગ્ર મંત્રી મંડળનું પણ રાજીનામું રાજ્યપાલ દ્વારા સ્વીકારી લેવામાં આવ્યું છે. એટલે કે નવી સરકાર ન આવે ત્યાં સુધી હાલમાં માત્ર કેર ટેકર તરીકે મંત્રીમંડળ કાર્યભાર ચાલુ રાખશે. આરોગ્ય મંત્રી તરીકે કોરોના કાળમાં, પાટીદાર મંત્રી તરીકે સમાજની નારાજગી દૂર કરવામાં અને મુખ્યમંત્રી સાથે સંકલન રાખવામાં ઉણા ઉતરેલા નીતિન પટેલને સરકારમાંથી મુક્ત કરી શકાય છે, એટલું જ નહીં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ઉત્તરાખંડમાં રાજ્યપાલ પદની ઓફર પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.