ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા 1,2 અને 3ની 215ની ભરતી જાહેર કરવામાં આવી છે. નાયબ કલેક્ટર,નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ 15, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ8, જિલ્લા/ નાયબ રજીસ્ટ્રારની કુલ 1, સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કુલ 48, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ)ની કુલ 1; એમ સંયુક્ત રીતે વર્ગ-1ની કુલ 73 જગ્યાઓ તથા મામલતદારની કુલ 12, તાલુકા વિકાસ અધિકારીની 10, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની 10, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની 1, સરકારી શ્રમ અધિકારીની 2, રાજ્યવેરા અધિકારીની 75 એમ સંયુક્ત રીતે વર્ગ-2ની કુલ 110 જગ્યાઓ એમ કલાસ 1 & 2ની સંકલિત કુલ 183 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
જાન્યુઆરીમાં રિઝલ્ટ જાહેર થશે
સદર જાહેરાતની પ્રિલિમિનરી પરીક્ષા (200 માર્ક્સના કુલ બે પ્રશ્નપત્રો, સમય 3 કલાક) 12/12/2021ના રોજ લેવાશે, જેનું પરિણામ જાન્યુઆરી 2022માં પ્રસિદ્ધ થશે. મુખ્ય પરીક્ષામાં 150 માર્ક્સના 6 પ્રશ્નપત્રો જે 3 કલાકમાં લખવાના રહેશે. મુખ્ય પરીક્ષાની તારીખ હવે પછીથી જાહેર થશે. મુખ્ય પરીક્ષાના અંગ્રેજી કે ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો જે-તે ભાષામાં જ્યારે તે સિવાયના પ્રશ્નપત્રો ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં આપી શકશે. એક જ પ્રશ્નપત્રમાં બે પ્રશ્નો જુદી-જુદી ભાષામાં લખી શકાશે.તદઉપરાંત, મદદનીશ વ્યવસ્થાપક/મદદનીશ નિયામક, વર્ગ 2ની 6; નાયબ નિયામક, ગુજરાત આંકડાકીય સેવા, વર્ગ-1ની 13; વહીવટી અધિકારી/મદદનીશ આયોજન અધિકારી, ગુજરાત કૌશલ્ય તાલીમ સેવા, વર્ગ-2ની 6; આચાર્ય, આદર્શ નિવાસી શાળા (વિ.જા.), વર્ગ-2ની 1; પ્રવર ઔષધ નિરીક્ષક, વર્ગ-2 (ખાસ ભરતી)ની 3; ગાંધીનગર મહાનગરપાલિકા (GMC)માં જુનિયર ટાઉન પ્લાનર, વર્ગ-2ની 1 તથા પ્લાનિંગ આસિસ્ટન્ટ, વર્ગ-3ની 2 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.સતત પાંચમા વર્ષે ગુજરાત વહીવટી સેવા અને મુલ્કી સેવા જાહેરાતઆમ, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ-215 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ગુજરાત વહીવટી સેવા અને મુલ્કી સેવા માટેની જીપીએસસી ક્લાસ 1 & 2ની જાહેરાત સતત પાંચમા વર્ષે પ્રસિદ્ધ થઇ છે.