ગુજરાત બોર્ડ દ્વારા ધો.૧૦-૧૨ની પરીક્ષા ૧૪ માર્ચથી; ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા ૧૧ એપ્રિલથી..

0
12
૯થી૧૨ના કોર્સમાં કોઈ ઘટાડો નહીઃ મુખ્ય વિષયોની પ્રથમ-દ્વિતિય પરીક્ષા બોર્ડના પ્રશ્નપત્રોથી લેવાશે ગુજરાત બોર્ડ દ્વારા ધો.૧૦-૧૨ની પરીક્ષાઓની તારીખો જાહેર
૯થી૧૨ના કોર્સમાં કોઈ ઘટાડો નહીઃ મુખ્ય વિષયોની પ્રથમ-દ્વિતિય પરીક્ષા બોર્ડના પ્રશ્નપત્રોથી લેવાશે ગુજરાત બોર્ડ દ્વારા ધો.૧૦-૧૨ની પરીક્ષાઓની તારીખો જાહેર

અમદાવાદ: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ માટેનું એકેડમિક કેલેન્ડર જાહેર કરી દેવામા આવ્યુ છે.જે મુજબ ૧૪મી માર્ચથી ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાઓ શરૃ થશે અને ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાઓ ૧૧ એપ્રિલથી શરૃ થશે.આ વર્ષે ધો.૧૦-૧૨ના અને ધો.૯-૧૧ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમમાં કોઈ ઘટાડો નહી કરવામા આવે અને સ્કૂલોએ પુરો ૧૦૦ ટકા અભ્યાસક્રમ ભણાવવાનો રહેશે  તેમજ પુરા અભ્યાસક્રમ પ્રમાણે જ પરીક્ષાઓ લેવાશે.ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૯થી૧૨ની પરીક્ષાઓની તારીખો જાહેર કરવામા આવી છે અને પરીક્ષાઓને લઈને સ્કૂલો માટે તમામ ડીઈઓને પરિપત્ર કરીને જરૃરી સૂચનાઓ આપવામા આવી છે.જે મુજબ તમામ પરીક્ષાઓ ઓફલાઈન જ લેવામા આવશે અને શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે ધો.૯થી૧૨ના અભ્યાસક્રમમાં કોઈ પણ ઘટાડો કરવામા નહી આવે. ધો.૯થી૧૨ની પ્રથમ પરીક્ષા માટે જુનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે અને ધો.૧૦-૧૨ની પ્રિલિમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.ધો.૯ અને ૧૧ની દ્વિતિય પરીક્ષા માટે જુનથી જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ રહેશે.જેમાં જુનથી સપ્ટેમ્બર સુધીના અભ્યાસક્રમમાંથી ૩૦ ટકા અભ્યાસક્રમ અને ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીના અભ્યાસક્રમમાંથી ૭૦ ટકા અભ્યાસક્રમ રહેશે. ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા તેમજ ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. ધો.૯થી૧૨ની તમામ પરીક્ષાઓ માટે શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી અમલમા આવેલ પરીક્ષા પદ્ધતિ યથાવત રહેશે. પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવાનો રહેશે નહીં. ધો.૯થી૧૨ની પ્રથમ અને પ્રિલીમ-દ્રિતિય પરીક્ષાઓ તેમજ ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાના મુખ્ય વિષયોના પ્રશ્નપત્રો ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ડીઈઓ મારફતે તમામ સ્કૂલોને મોકલવામા આવશે. જ્યારે ગુજરાત બોર્ડ દ્વારા બોર્ડ પરીક્ષાઓની અને વાર્ષિક પરીક્ષાની તારીખો પણ જાહેર કરી દેવાઈ છે.જે મુજબ ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષા ૧૪ માર્ચ ૨૦૨૨થી શરૃ થશે અને ધો.૯ અને ૧૧ની વાર્ષીક પરીક્ષા ૧૧ એપ્રિલ ૨૦૨૨થી શરૃ થશે.