મુંબઈ: મુંબઈ ડ્રગ્સ કેસ મામલે ધરપકડ કરવામાં આવેલા આર્યન ખાન સહિત સાત આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી થશે. મેજિસ્ટ્રેટ કોર્ટ તરફથી અરજી રદ કરી નાખવામાં આવ્યા બાદ ખાસ અદાલતમાં આ અરજી પર સુનાવણી થશે. મેજિસ્ટ્રેટ કોર્ટે પોતાના અધિકાર ક્ષેત્રમાં ન હોવાનું કહીને અરજી રદ કરી દીધી હતી. આ ઉપરાંત એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોઆર્યન ખાનની જામીન અરજીનો વિરોધ કરી શકે છે. એવા પણ સમાચાર છે કે તપાસ એજન્સીને આ કેસમાં નવા પુરાવા મળ્યા છે.
ઇન્ડિયા ટુડેમાં પ્રકાશિત એક રિપોર્ટમાં સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે, એજન્સીને નવી જાણકારી હાથ લાગી છે. NCB તરફથી આરોપીઓની પૂછપરછમાં સામે આવેલી વિગતો પણ કોર્ટ સમક્ષ મૂકવામાં આવશે. એનસીબીએ દાવો કર્યો હતો કે ક્રૂઝ પરર હાજર અમુક લોકો પાસેથી પ્રતિબંધિત ડ્રગ્સ મળ્યું હતું. તપાસ અજેન્સીએ આંતરરાષ્ટ્રીય રેકેટના સંકેત આપ્યા હતા અને તપાસ જરૂરી હોવાની વાત કરી હતી.બીજી તરફ આર્યનના વકીલ સતીશ માનશિંદે સતત એવું કહી રહ્યા છે કે આર્યનને ફસાવવામાં આવ્યો છે. તેની પાસેથી કોઈ જ નશીલો પદાર્થ નથી મળ્યો. આથી એનસીબીએ તેને કસ્ટડીમાં રાખવાનો કોઈ અધિકાર નથી. મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટ તરફથી કોર્ટમાં પહોંચેલા વરિષ્ઠ વકીલ તારક સૈયદે કહ્યુ કે, જ્યારે આરોપીઓ આખું જહાજ ખરીદી શકે છે તો તેઓ ત્યાં પાંચ ગ્રામ ચરસ વેચવા શા માટે જાય?એનસીબી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ આરોપ લગાવ્યો છે કે અમુક લોકો તેમની ગતિવિધિ પર નજર રાખી રહ્યા હતા. બીજી તરફ સરકાર તરફથી વાનખેડે પર નજર રાખવામાં આવી રહી હોવાની વાતનો ઇન્કાર કરવામાં આવ્યો છે. વાનખેડેએ ત્રીજી ઓક્ટોબરના રોજ ક્રૂઝ શિપ પર થયેલા દરોડાંની આગેવાની કરી હતી.