અમેરિકામાં બેકટેરિયલ સંક્રમણથી સંબંઘિત રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. લગભગ 37 રાજ્યોમાં સેંકડો લોરો બીમાપ પડ્યા છે. આ પછી વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. તેમણે અમેરિકાના લોકોને ચેતવણી આપી છે કે, લેબલ વગરની લાલ, પીળી અને સફેદ ડુંગળીનું સેવન ન કરો અને તરત જ તેનો સ્ટોક ઘરેથી ફેંકી દો, સાલ્મોનેલા ના લક્ષણોમાં ઝાડા, તાવ અને પટેમાં એસિડીટીનો સમાવેશ થાય છે. જે ખોરાક ખાધા પછી 6 કલાકથી 6 દિવસ સુધી શરૂ થાય છે. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રે કહ્યું છે કે, મેક્સિકોના ચિહુઆહુઆથી આયાત કરવામાં આવેલી ડુંગળીમાં સંક્રમણનો સ્ત્રોત મળી આવ્યો છે. રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી ડુંગળી ખાવાને કારણે વિવિધ રાજ્યોમાં 652 લોકો બીમાર પડ્યાં છે. જેમાં 129 લોકો હોસ્પિટલમાં દાખલ છે. જો કે, હજુ સુધી કોઈનું મોત થયું નથી. સીડીસીએ કહ્યું કે, બીમાર લોકોની વાસ્તવિક સંખ્યા પ્રાપ્ત માહિતી કરતાં ઘણી વધારે હોવાની શક્યતા છે. 31મી મે થી 30 સપ્ટેમ્બર વચ્ચે સંક્રમણના કેસો નોધાયા હતાં. સીડીસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 75 ટકા બીમાર લોકોએ કદાચ કાચી ડુંગળી અથવા તેમાંથી બનાવેલી વાનગી ખાધી હતી.બીજી બાજુ ઘણા બીમાર લોકોએ એક જ રેસ્ટોરન્ટમાં ખોરાક ખાવાની માહિતી આપી હતી.
અમેરિકામાં બગડેલી ડુંગળી ખાવાને કારણે જુદા-જુદા રાજ્યોમાં 652 લોકો બીમાર; 129 લોકો હોસ્પિટલમાં દાખલ
Date: