મિસ યુનિવર્સ 2021નો તાજ હરનાઝ કૌર સંધુના માથે શણગારવામાં આવ્યો છે. આ ખિતાબ જીતીને તેણે સમગ્ર વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું છે.મિસ યુનિવર્સ 2021 સ્પર્ધા સોમવારે સવારે ઇઝરાયેલના ઇલિયટમાં યોજાઇ હતી. જેમાં હરનાઝ કૌર સંધુએ બાકીના સ્પર્ધકોને હરાવીને આ ખિતાબ જીત્યો છે.ભારતની હરનાઝ સંધુએ મિસ યુનિવર્સ 2021નો અવૉર્ડ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. 21 વર્ષ પછી ભારતની દીકરીએ આ ટાઇટલ જીત્યું છે. 70મા મિસ યુનિવર્સ બ્યુટી પેજન્ટનું આયોજન ઇઝરાયેલમાં થયું હતું. આ વર્ષે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલાને મિસ યુનિવર્સ કોન્ટેસ્ટ જજ કરવાનો મોકો મળ્યો હતો. હરનાઝે થોડા સમય પહેલાં જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં ભારતને જિતાડવા માટે મારો જીવ રેડી દઈશ.
હરનાઝ માસ્ટર્સ કરી રહી છે
પંજાબના ચંદીગઢમાં રહેતી હરનાઝ સંધુએ કરિયર તરીકે મોડલિંગ પસંદ કર્યું છે. તેણે ચંદીગઢની શિવાલિક પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી પણ તે માસ્ટર્સ કરી રહી છે. 21 વર્ષની હરનાઝ મોડલિંગ અને અન્ય બ્યુટી પેજન્ટમાં ભાગ લેવાની સાથે અભ્યાસ ચાલુ રાખ્યો.