જો તમારે બેંક સાથે સંબંધિત કોઈ જરૂરી કામ છે તો એને આજે જ પતાવી લો, કેમ કે આવનારા 4 દિવસ સુધી સતત બેંક બંધ રહેશે. જોકે 4 દિવસની આ સતત રજા માત્ર શિલોંગમાં જ રહેશે. અન્ય સ્થળોએ 16, 17 અને 19 ડિસેમ્બરે બેંકો બંધ રહેશે.
16 અને 17 ડિસેમ્બરે હડતાળ
દેશના સરકારી બેંકના કર્મચારીઓ 16 અને 17 ડિસેમ્બરના રોજ હડતાળ પર ઊતરશે, જેને કારણે આ બંને દિવસે બેંકોમાં કામકાજ નહીં થાય. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનની તરફથી આ વિશે જાણકારી આપવામાં આવી છે. સરકારના પ્રાઈવેટાઈઝેશનને લઈને ચાલી રહેલી તૈયારીઓનો વિરોધ કરવા માટે UFBUએ હડતાળની જાહેરાત કરી છે. UFBU હેઠળ બેંકોનાં 9 યુનિયન આવે છે.
ડિસેમ્બર મહિનામાં આજનો દિવસ છોડીને હવે 16 દિવસ બાકી છે. આ 16 દિવસમાંથી 10 દિવસ બેંક બંધ રહેવાની છે. જોકે આ બેંક હોલિડે વિવિધ રાજ્યોમાં અલગ અલગ હોય છે.
RBIએ જાહેર કરે છે રજાઓનું લિસ્ટ
RBIની ગાઇડલાઇન અનુસાર, રવિવાર સિવાય મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહેશે. અહીં ડિસેમ્બર મહિના માટે RBIની લિસ્ટની સાથે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે કયા દિવસે બેંકો કયા રાજ્યમાં બંધ રહેશે અને ક્યાં ખુલ્લી રહેશે. એના આધારે તમારે તમારી બેંક સાથે સંબંધિત કામ તરત જ પતાવી લેવા, જેથી તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.