પંચમહાલની GFL કંપનીમાં ભયાનક વિસ્ફોટ; 15 થી વધુ કામદારો ઈજાગ્રસ્ત, બે કામદારોના મોતની આશંકા

0
34
એક કિલોમીટર સુધીના વિસ્તારમાં બ્લાસ્ટનો ધુમાડો ફેલાયો હતો. આગનુ સાયરન વાગતા જ કંપનીના તમામ કર્મચારીઓ દોડીને બહાર આવી ગયા હતા.
એક કિલોમીટર સુધીના વિસ્તારમાં બ્લાસ્ટનો ધુમાડો ફેલાયો હતો. આગનુ સાયરન વાગતા જ કંપનીના તમામ કર્મચારીઓ દોડીને બહાર આવી ગયા હતા.

પંચમહાલ :પંચમહાલની બહુમાળી ઈમારત ધરાવતી જીએફએલ કંપનીમાં ભયાનક વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટ બાદ કંપનીમાં આગ ફાટી નીકળી છે. જ્વલનશિલ કેમિકલ બનાવતી કંપનીમાં ભયાનક વિસ્ફોટ થતા ફાયર વિભાગ દોડતુ થયુ છે. આ આગ એટલી મોટી છે કે, એક કિલોમીટર સુધીના વિસ્તારમાં બ્લાસ્ટનો ધુમાડો ફેલાયો હતો. આગનુ સાયરન વાગતા જ કંપનીના તમામ કર્મચારીઓ દોડીને બહાર આવી ગયા હતા. જોકે, કંપની બ્લાસ્ટમાં મોટી જાનહાનિની શક્યતાઓ છે. બ્લાસ્ટમાં અનેક કામદારો અંદર ફસાયાા હોવાની શક્યતા છે. જેમને બચાવવાની કામગીરી ફાયર વિભાગ દ્વારા કરવામા આવી રહી છે. આ દુર્ઘટનામાં બે કામદારોના મોતની શક્યતા સેવાઈ રહી છે. તો બીજી તરફ, 15 થી વધુ કામદારો ઈજાગ્રસ્ત થયા હોવાનું પમ કહેવાય છે. 

ઘોઘંબાના રણજિત નગર પાસે જીએફએલ કંપની આવેલી છે. કંપનીના જીપીપી-1 નંબરના પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, આગની જ્વાળાઓ આકાશ દેખાય ત્યાં સુધી પ્રસરી હતી. આ કંપનીમાં જ્વલનશિલ કેમિકલ બનાવવામાં આવે છે, જેને પગલે બ્લાસ્ટની તીવ્રતા વધુ છે. કિલોમીટરના વિસ્તાર સુધી આગની જ્વાળાઓ જોઈ શકાય છે. સુરક્ષા માટો જિલ્લા પોલીસ વડાએ મોટો કાફલો કંપની પાસે ગોઠવી દીધો છે.  

આ વીડિયો એટલો ભયાનક હતો કે, આસપાસના વિસ્તારના લોકો પણ હચમચી ઉઠ્યા હતા. કંપની આસપાસથી પસાર થતા તમામ રસ્તાઓ બંધ કરી દેવાયા હતા. આગની ઘટનાને પગલે કામદારોમાં મોટો ફફડાટ ફેલાયો છે. હાલ આ ઘટનામાં 15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની અને બે કામદારોના મોતની આશંકા છે. જોકે, ચોક્કસ આંકડો હજી સામે આવ્યો નથી.