અમદાવાદ : આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ ફરી એક વખત મોટા આક્ષેપો કર્યા છે. તેમણે સરકારી ભરતીઓમાં કૌભાંડ આચરાયા હોવાના આક્ષેપ કર્યા છે. યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું હતુ કે, છેલ્લા ત્રણ વર્ષમાં ઉર્જા વિભાગે કરેલી ભરતીઓમાં કૌભાંડ છે. જેથી વિદ્યાર્થીઓના હિતમાં અમે આ અંગેનો ખુલાસો કરી રહ્યા છીએ. UGVCL, MGVCL, PGVCL, DGVCLની ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે. યુવરાજસિંહે ધનસુરાના અવધેશ પટેલ મુખ્ય આરોપી હોવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત ધવલ પટેલ, કૃસાંગ પટેલ, હિતેશ પટેલે પણ કૌભાંડનો લાભ લીધો છે. આ સમગ્ર કૌભાંડ ઓનલાઇન આચરવામાં આવ્યું છે. આ સાથે મોટી માંગ કરતા જણાવ્યું કે, તમામ સ્પર્ઘાત્મક પરીક્ષાઓની તપાસ કરવા એસઆઈટીની રચના કરવામાં આવે.આ સાથે યુવરાજસિંહે જણાવ્યું કે, એક પેપર માટે 21 લાખ જેટલા રૂપિયાનું ઉઘરાણું કરવામાં આવ્યુ છે. કૌભાંડ આચરનારાના તમામના પુરાવાઓ મારી પાસે છે. યુવરાજસિંહે વધુમાં જણાવ્યુ કે, ઉર્જા વિભાગની ભરતીનું એપી સેન્ટર અરવલ્લી, બાયડ છે. આ સાથે જે વ્યક્તિઓ સંકળાયેલા છે તે અરવલ્લી, બાયડ, મહેસાણાના છે. એક જ ગામના 18 વિદ્યાર્થીઓને આમાં નિમણૂંક મળી છે જે ક્યારેય પણ શક્ય જ નથી.વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યું કે, UGVCL જુનિયર આસિસન્ટન્ટમાં એક જ સિક્વંસ અને નંબર ધરાવતા લોકોને એક સરખા માર્ક મળ્યા છે. આ સાથે જણાવ્યું કે, ધનસુરાના શિક્ષક અને બાયડના અવધેશ પટેલની આ કૌભાંડમાં સંડોવણી છે. બાયડમાં ટ્યુશન ક્લાસ ચલાવતો અજય પટેલ કૌભાંડ ચલાવે છે. વડોદરાની ઉર્જા કંપનીના અધિકારીઓ કૌભાંડ સાથે જોડાયેલા છે. આ કૌભાંડ દ્વારા કોને કોને લાભ લીધો છે, તેઓનું નામ પણ તેમણે લીધુ છે. ધવલ પટેલ, કૃશાંગ પટેલ, હિતેશ પટેલ, રજનીશ પટેલ, પ્રિયંક પટેલ, આંચલ પટેલ, પ્રદિપ પટેલ, બાબુ પટેલ, જીગીશા પટેલ, ધ્રુવ પટેલ ભરતી કૌભાંડનો લાભ લીધો છે. એક જ ગામના 18 યુવાનોએ કૌભાંડ કરી સરકારી નોકરી મેળવી છે.જ્યારે જેટકોની પરીક્ષામાં મિતુલ પટેલે ભરતી કૌભાંડનો લાભ લીધો છે. આ સાથે યુવરાજે JETCOની ચાલુ પરીક્ષામાં મિતુલ પટેલ પ્રાંતિજમાં હોવાનું જણાવ્યું છે. જેની કારનો નંબર Gj09AG0393 છે. મિતુલ પટેલ પ્રાંતિજનો રહેવાસી છે. આ સરકારી પરીક્ષામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા નથી, પરંતુ કન્ટ્રોલ રૂમમાંથી પરીક્ષા અપાઈ રહી હોવાનો જણાવ્યું છે.