અમદાવાદ: શહેરના નવા વાડજમાં એક પરિવારે એક રેસ્ટોરન્ટમાંથી મંગાવેલી પંજાબી સબ્જીમાંથી મરેલો ઉંદરનીકળ્યો છે. જે બાદ પરિવારે રેસ્ટોરેન્ટ સામે કાર્યવાહી કરવા કરી માંગ કરી છે. આ મરેલા ઉંદરવાળી પંજાબી સબ્જી ખાતા પરિવારના સભ્યો બીમાર થયા છે.જેમને હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ ઘટનાની જો વાત કરીએ તો, 17 જાન્યુઆરી સોમવારના રોજ નવા વાડજમાં રહેતા બાબુલાલ પરમાર તેમના પુત્ર પાર્થિવ તથા પરિવારના સભ્યોએ દિલ્હી દરવાજાની સબ્જી મંડીની ગલીમાં આવેલી હિના રેસ્ટોરેન્ટમાંથી પનીર ભૂરજીની સબજી મંગાવી હતી.જે સબ્જી પરિવારના સભ્યો રાતે 9 વાગ્યાની આસપાસ જમવા બેઠા હતા.જેમાં સૌથી પહેલાં પરિવારના બાબુલાલ પરમારે અને બાદમાં દીકરા વિશાલે પનીર ભુરજીની સબજી ખાધી હતી બંને સભ્યો બાદ પરિવારનો ત્રીજો સભ્ય અને દીકરો પાર્થિવ તેની પત્ની ગૌરીબહેન જમવા બેઠા હતા. તે દરમિયાન પનીર ભુરજીની સબજીમાં કંઇક દેખાતા તેમને તપાસ કરી અને જાણવા મળ્યું કે, સબ્જીમાં મરેલો ઉંદર છે.
પત્નીની હાલત નાજૂક
પરિવારના લોકોની તબિયત લથડતાં ફૂડ પોઇઝનિંગ થતા તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.સબ્જીમાં મરેલો ઉંદર જોઇને બાબુલાલના પત્ની અને દીકરો ગભરાઇ ગયા હતા. તેઓને તાકીદે ગભરામણ થઇ હતી સાથે તેઓને ઉલટી આવી અને ચક્કર આવવા લાગ્યા હતા. જેથી 108ને ફોન કર્યો હતો. જેથી સાડા નવની આસપાસ 108 આવી હતી. જે બાદ તેઓને સારવાર અર્થે લઇ ગયા હતા. બંનેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા છે. જે પૈકી પત્નીની હાલત નાજુક છે.