નવી દિલ્હી: રાકેશ ઝુનઝુનવાલા એ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન તેમના બે સૌથી મોટા સ્ટોક હોલ્ડિંગ્સ, ટાઇટન કંપની લિમિટેડ અને ટાટા મોટર્સ માં તેમનો હિસ્સો વધાર્યો છે. આ દરમિયાન તેઓ જુબિલન્ટ ઇંગ્રેવિયાના શેરો વેચતા પણ જોવા મળ્યા હતા. રાકેશ ઝુનઝુનવાલાએ સતત બીજા ક્વાર્ટરમાં ટાઇટનમાં તેમનો હિસ્સો વધાર્યો છે.રાકેશ ઝુનઝુનવાલા જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતે તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા સાથે ટાઇટનના 4.33 કરોડ ઇક્વિટી શેરના માલિક હતા. બંને કંપનીમાં 4.87% હિસ્સો ધરાવે છે. જોકે, સ્ટોક એક્સચેન્જો પર ઉપલબ્ધ તાજેતરના શેરહોલ્ડિંગ ડેટા દર્શાવે છે કે રાકેશ ઝુનઝુનવાલા તેમની પત્ની સાથે હવે ટાટા ગ્રુપ ફર્મના 4.52 કરોડ ઇક્વિટી શેરની માલિકી ધરાવે છે, જે 5.09% હિસ્સા સમાન છે. બંનેનું ટાઇટન શેરનું હાલનું મૂલ્ય રૂ. 11,760 કરોડ છે.ટાઇટનના શેરનો ભાવ અગાઉના ક્વાર્ટર દરમિયાન 17%ની આસપાસ વધ્યો હતો અને હવે તે શેર દીઠ રૂ. 2,593 પર ટ્રેડ કરે છે. ગયા અઠવાડિયે કંપનીએ શેર બજારોને જાણ કરી હતી કે ત્રીજા ક્વાર્ટરમાં તેની આવકમાં 36% વૃદ્ધિ જોવા મળી છે. આનાથી ટાઇટનના સ્ટોકને 52 સપ્તાહની નવી ઊંચાઈ પ્રાપ્ત થઈ હતી.ટાટા ગ્રુપનો અન્ય એક સ્ટોક એટલે કે ટાટા મોટર્સ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર દરમિયાન રાકેશ ઝુનઝુનવાલાના શોપિંગ કાર્ડ પર હતો. બિગ બુલે ક્વાર્ટર દરમિયાન કંપનીના વધારાના 25 લાખ ઇક્વિટી શેર ખરીદ્યા હતા, જેથી તે અગાઉના ક્વાર્ટરમાં 3.67 કરોડ શેરની સરખામણીએ 3.92 કરોડ ઇક્વિટી શેર્સ પર પહોંચી ગયા હતા. ગયા ક્વાર્ટરની શરૂઆતમાં રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા મોટર્સના શેર વેચ્યા પણ હતા.પાછલા ત્રિમાસિક ગાળા દરમિયાન ટાટા મોટર્સના શેરમાં 44%નો વધારો થયો હતો અને હાલમાં તે શેર દીઠ રૂ. 514ના ભાવે વેપાર કરે છે. ટાટા મોટર્સની જગુઆર લેન્ડ રોવર કંપની વૈશ્વિક સપ્લાય ચેઇન વિક્ષેપોને કારણે ચિપની અછતનો સામનો કરી રહી છે. જેના કારણે વેચાણને અસર થઈ છે. જોકે, આ સ્ટોક રોકાણકારો માટે ટોચની પસંદગી છે.