78 ટકા ભારતીયોના મતે નાણાકીય આયોજનમાં વીમો મહત્વપૂર્ણ હિસ્સો

0
36
કોવિડ પછી 44 %એ લાઇફ, 46 %એ હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદ્યો
કોવિડ પછી 44 %એ લાઇફ, 46 %એ હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદ્યો

કોરોના મહામારી બાદ મોટા ભાગના ભારતીયોને પોતાના જીવનનું મુલ્ય સમજાવા લાગ્યું છે. જેના પરિણામે નાણાંકિય આયોજનના ભાગરૂપે હવે લાઇફ તેમજ હેલ્થ ઇન્શ્યોરન્સને સૌથી વધુ પ્રાધાન્ય આપવા લાગ્યા છે. ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ દ્વારા કરવામાં આવેલ ધ ફાઇનાન્સિયલ ઇમ્યુનિટી સર્વે 2.0 રજૂ કર્યો છે જે કોવિડ બાદના વિશ્વમાં નાણાકીય સજ્જતાઓ પ્રત્યે ગ્રાહકોના ઉભરતાં અભિગમ અંગે ઊંડી સમજ આપે છે.

80 % ભારતીયોનું મક્કમપણે માનવું છે કે રસીના એક અથવા બે ડોઝ લીધા બાદ ફિઝિકલ ઇન્યુનિટી સાથે તેઓ સજ્જ છે. જોકે 38 % ભારતીયોનું માનવું છે કે આગામી ત્રણ મહિનામાં પરિસ્થિતિ ખરાબ બની શકે છે અને તેમની ટોચની ત્રણ ચિંતાઓમાં (1) વધતા તબીબી/સારવાર ખર્ચ (2) નોકરીમાં અસ્થિરતા (3) પરિવાર અને પોતાના આરોગ્ય સંબંધિત ચિંતાઓ સામેલ છે.

કોરોના મહામારીના કારણે 79 % ભારતીયોએ આવકમાં ઘટાડાનો સામનો કર્યો છે તેમજ એક તૃતયાંશ હજૂ પણ આવકમાં ઘટાડાનો સામનો કરી રહ્યાં છે. 64 % ભારતીયોનું માનવું છે કે બચત કરવી, લેઝર ટ્રાવેલિંગ, બાળકોને શિક્ષણ પૂરા કરવા જેવી મહત્વપૂર્ણ બાબતોને અસર થઇ છે.

57 % ભારતીયો તેને નાણાકીય સુરક્ષા અને વ્યક્તિગત/પરિવારની સ્થિરતા જાળવવા સાથે જોડે છે. 78 % ભારતીયોનું માનવું છે કે જીવન વીમો તેમના એકંદર નાણાકીય આયોજનની પ્રક્રિયામાં ખૂબજ મહત્વપૂર્ણ છે. વીમાની મહત્વતાને સમજતાં 46 % એ હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદ્યો છે અને 44% એ કોવિડ-19 દરમિયાન પ્રથમવાર જીવન વીમો ખરીદ્યો છે.