આગામી 12-13 ફેબ્રુઆરીના રોજ યોજાનારા આઈપીએલના મેગા ઓક્શન પહેલા પેહલાં અમદાવાદની આઈપીએલ ટીમનું નામ સામે આવ્યું છે. અહેવાલો મુજબ અમદાવાદની નવી ટીમને ગુજરાત સાથે સાંકળી લેવાનું નક્કી થયું છે. આજે અમદાવાદની આઈપીએલ ટીમનું નામકરણ નામથી કરવામાં આવ્યું છે.ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે અમદાવાદની આઈપીએલ ટીમ હવે ગુજરાત ટાઇટન્સના નામથી ઓળખાશે આ નામની જાહેરાત ટીમ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી છે. આજે સ્ટારસ્પોર્ટ્સ પર આ અંગે ટીમ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી તો સાથે ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પણ લોંન્ચ કરવામાં આવ્યું છે.અમદાવાદની આઈપીએલ ટીમમાં કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર તરીકે અફઘાનિસ્તાનના રાશિદ ખાન અને શુભમન ગીલ ને ખરીદવામાં આવ્યા છે. મેગા ઓક્શન પહેલા હાર્દિક પંડ્યા કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. હાર્દિક અને રાશિદને 15-15 કરોડ તો ગીલને 9 કરોડમાં ખરીદવામાં આવ્યો છે.ગુજરાત ટાઇટન્સને મલ્ટીનેશનલ કંપની સીવીસી કેપિટલ 5625 કરોડ રૂપિયામાં ખરીદી છે. ટીમનું વડું મથક અમદાવાદ રહેશે જ્યારે આ ટીમ આગામી દિવસોમાં તેના અન્ય ખેલાડીઓ ખરીદશે. રાજકોટની ગુજરાત લાયન્સ ટીમ બાદ આઈપીએલમાં રમનારી આ ગુજરાતની બીજી ટીમ બની ગઈ છે.