Saturday, October 17, 2026
HomeGujaratત્રણ સિંહોને કાચબાનો શિકાર કરવો હતો, પણ મજબૂત કવચથી વનરાજ પણ હાંફી...

ત્રણ સિંહોને કાચબાનો શિકાર કરવો હતો, પણ મજબૂત કવચથી વનરાજ પણ હાંફી ગયા

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

ગીર જંગલમાં આવેલા કમલેશ્વર ડેમ નજીક બનેલી વન્ય જીવસૃષ્ટિની એક દુર્લભ ઘટના સામે આવી છે. જેમાં ડેમ કાંઠે જઈ રહેલો કાચબો ત્રણ સિંહોની નજરમાં આવતા સિંહોએ આ કાચબાને મોઢામાં પકડી શિકાર કરવા પ્રયાસ કર્યો હતો. જોકે, કાચબા એ મો અંદર કરી લેતા સિંહો કાચબાનો શિકાર કરવામાં અસફળ રહ્યા હતા. શરીર પર મજબુત કવચ ધરાવતા કાચબાનો શિકાર કરવા ત્રણેય સિંહોએ ખૂબ મહેનત કરી પરંતુ સફળ થયા ન હતા. જેથી આખરે હાંફી જઈ થોડે દુર બેસી ગયા હતા. બાદમાં કાચબો ડેમના પાણીમાં જતો રહ્યો હતો.એશિયાટિક સિંહોના નિવાસસ્થાન ગીર જંગલમાં વન્યપ્રાણીઓ વચ્ચે અનેક દુર્લભ ઘટનાઓ બને છે. પરંતુ તે પૈકી જુજ ઘટનાઓ સામે આવવાની સાથે વન વિભાગના કર્મચારીઓના કેમરામાં કેદ થાય છે. ત્યારે ગીર જંગલમાં આવેલા કમલેશ્વર ડેમ નજીક આવી જ એક દુર્લભ ઘટના કેમેરામાં કેદ થયાનું સામે આવ્યુ છે. જેની જાણવા મળેલ વિગતો મુજબ ત્રણ સિંહો ડેમ નજીક લટાર મારી રહ્યા હતા. તે સમયે ડેમમાંથી નીકળેલો એક કાચબો ત્યાં પોતાનું મો બહાર રાખી હલન ચલન કરતો આ ધ્યાનમાં આવતા એક સિંહે કાચબાને પકડયો હતો. તે સમયે તુરંત જ કાચબાએ પોતાનું મો અંદર કરી લીધું હતું. બાદમાં સિંહે કાચબાનો શિકાર કરી મારી નાખવા ખૂબ પ્રયાસ કર્યા હતા પરંતુ મજબૂત શરીરનું કવચ ધરાવતા કાચબાને કોઈ અસર થઈ ન હતી. એક પછી એક ત્રણેય સિંહોએ આ કાચબાને મો મા પકડી અને પગ ઉપર રાખી નખથી ખોલવા માટેના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમાં એક પણ સિંહ સફળ થયા ન હતા. આખરે કાચબાને મજબૂત કવચના લીધે ત્રણેય સિંહો હાંફી ગયા હતા અને થોડે દુર જઈ બેસી ગયા હતા. થોડી વાર બાદ કાચબાએ મોઢું બહાર કાઢી પહેલા આસપાસ જોઈ લીધું હતું અને બાદમાં ત્યાંથી ડેમના પાણી તરફ ચાલતો થયો હતો. કાચબો ચાલતો થતા ફરી ત્રણેય સિંહોની નજર જતા તેઓ પાછળ ગયા હતા. પણ ત્યાં સુધીમાં કાચબો ડેમના પાણીમાં જતો રહ્યો હતો.​​​​​​​​​​​​​​જંગલમાં રહેતા દીપડા સહિતના પ્રાણીઓ સિંહ સામે મળે તો પણ આડે ઉતરતા નથી અને આ કાચબાના મજબૂત શરીર કવચ સામે ત્રણ વનરાજ પણ લાચાર બની હાંફી ગયા હતા.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here