વડોદરા : તાલીમબદ્ધ ૭૮૮ મહિલા લોકરક્ષકોની પસિંગ આઉટ પરેડ યોજાશે…

0
180

વડોદરા પોલીસ તાલીમ શાળા ખાતે આઠ મહિનાની સઘન તાલીમ બાદ પોલીસ દળમાં જોડાવા માટે સુસજ્જ કરવામાં આવેલ ૭૮૮ મહિલા લોકરક્ષકોની પાસીંગ આઉટ પરેડ તા.૧૮/૩/૧૮ના રોજ સવારે ૮.૩૦ કલાકે ગુજરાત વિધાનસભા અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદી, ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહજી જાડેજા, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીની ઉપસ્થિતિમાં યોજાશે, એમ પોલીસ તાલીમ શાળાના આચાર્યા ડૉ. અર્ચના શિવહરેએ જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના વિવિધ ૧૪ જિલ્લાઓમાંથી પસંદગી પામેલ ૭૮૮ જેટલી બિનહથિયારી મહિલા લોકરક્ષકોને પોલીસ તાલીમ શાળા ખાતે આઠ મહિનાની તાલીમ બાદ પોલીસ દળમાં જોડાવા માટે સુસજ્જ કરવામાં આવી હોવાનું ડૉ. અર્ચના શિવહરેએ ઉમેર્યું હતું.