સુરતમાં ૩૫૦૦ કેદીઓ કરશે યોગ: ‘અબતક’ બન્યું માધ્યમ

0
733

લી જૂનના રોજ સૂરતની જેલમાં યોગ પ્રાણાયામ થશે.

૧૯,૨૦ અને ૨૧ જૂનના રોજ લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમમાં હજારો લોકો યોગ કરશે.

આગામી તા.૧ જૂનના રોજ સૂરતની જેલમાં ૩૫૦૦ જેટલા કેદીઓ તથા પોલીસ કર્મીઓને યોગ અને પ્રાણાયામ ‘અબતક’ના સુરતના પ્રતિનીધિ હિતેન્દ્રભાઇ વાઘેલા અને અનિકેત દેસાઇ દ્વારા કરાવવામાં આવશે.

ઉપરાંત યોગ દિવસ અંતર્ગત તા.૧૯,૨૦ અને ૨૧ જૂનના રોજ સૂરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે હજારો લોકોને યોગ કરાવવાનું આયોજન પણ અબતક દ્વારા કરવામાં આવ્યું છે.

શારીરીક અને માનસીક રોગોની સારવારમાં યોગ કરવાથી ફાયદો થાય છે. દરરોજ યોગ કરવાથી નાની મોટી બિમારીઓ શરીરથી દૂર રહે છે. યોગની મહત્વતા સમજીને મોદી સરકારે યોગનો પ્રચાર પ્રસાર કરવા પ્રયાસ કર્યો છે.

ત્યારે ‘અબતક’ દ્વારા પણ સુરતની જેલમાં આગામી તા.૧ જૂનના રોજ ૩૫૦૦થી વધુ કેદીઓને યોગ પ્રણાયામ કરવાશે જેથી કેદીઓ શારીરીક અને માનસીક તકલીફોથી દૂર રહે. આ ઉપરાંત યોગ દિવસ અંતર્ગત સૂરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે તા.૧૯,૨૦,૨૧ના રોજ હજારો લોકો યોગ કરશે.

આ તકે રાજય અને કેન્દ્ર કક્ષાના મંત્રીઓ ખાસ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં નંદીની યોગ સેવા ટ્રસ્ટના યોગાચાર્ય ઉમાશંકર આર્ય અને રોનક શાસ્ત્રી નો સહયોગ પણ મળી રહ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,