અમદાવાદ: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પાસે વીડિયો બનાવી નદીમાં જંપલાવી આત્મહત્યા કરનાર આયેશાનો અંત સમયનો વીડિયો ઘણો જ ચર્ચાસ્પદ રહ્યો હતો. આ મામલે આજે કોર્ટે આરોપી પતિ આરિફને દોષિત જાહેર કર્યો છે. કોર્ટે પતિ આરીફને 10 વર્ષની સજા ફટકારી છે.કોર્ટે આયેશા એ મરતા પહેલા બનાવેલા વીડિયોને મહત્વનો પુરાવો ગણ્યો છે. તેના આધારે સજા આપી છે. અમદાવાદમાં બહુ ચર્ચાસ્પદ રહેલા આયેશા આત્મહત્યા મામલામાં કોર્ટે આરોપી પતિને દોષિત જાહેર કરી સજા સંભળાવી છે. આયેશા આપઘાત કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટે આરોપી આરિફ દોષિત જાહેર કરી 10 વર્ષ સજા ફટકારી છે.2 ફેબ્રુઆરી 2021ના રોજ સાબરમતી રિવરફ્રન્ટમાં યુવતીએ પતિના કંકાસથી કંટાળીને આત્મહત્યા કરી હતી. ત્યારબાદ આ મામલો ખૂબ ચર્ચાસ્પદ બન્યો હતો. આયેશાને ન્યાય મળે તેવી માંગ પણ ઉઠી હતી. આ ઘટનામાં યુવતીએ આત્મહત્યા કરતા પહેલા સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો હતો. જે વાયરલ વીડિયોમાં આયેશાએ પોતાની વ્યથા વર્ણવી હતી.કોર્ટે તે વીડિયોને આધારે આરોપીને દોષિત જાહેર કર્યો છે અને 10 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે ટાંકયું છે કે, સમાજમાં ઘરેલુ હિંસા ઘટાડવા આરોપીને ન બક્ષી શકાય. આ મામલે તપાસમાં આરોપીના વોઇસ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. તે રિપોર્ટને મહત્વનો પુરાવો કોર્ટે ગણ્યો છે.આત્માહત્યા કરતા પહેલા આયેશાએ તેના પતિ આરિફ સાથે 70થી 72 મિનિટ વાત કરી હતી. જેમાં તેણે આયેશાને આત્મહત્યા કરવા દુષપ્રેરણા આપી હોવાનું સાબિત થાય છે. સાથે દોષિત આરીફે આયેશા ને મારમારતા તેનું ગર્ભપાત પણ થયું હતું. તે મેડિકલ રિપોર્ટને પણ કોર્ટ સજાનું એલાન કરતા ધ્યાને લીધા છે. સેશન્સ કોર્ટે આયેશાના પતિ આરીફને દોષિત જાહેર કર્યો છે. દોષિત આરીફને 10 વર્ષ ની સજા ફટકારી છે.