અમદાવાદ : ખેતી બેંકની 70મી વાર્ષિક સાધરણ સભાના કાર્યક્રમમા કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહએ વર્ચ્યુઅલ સંબોધન કરતા મહત્ત્વનું નિવેદન આપ્યું છે. ભારત સરકાર કો.ઓપરેટિવ બેંકને આગામી સમયમાં બેંકિં સેકટર સાથે જોડવાની તૈયારીમાં છહાલ કો. ઓપરેટિંગ બેંકમાં તમામ બેંકને લાગતાં કામ થતા નથી, પરંતુ ભવિષ્યમાં તમામ બેન્કિંગ સાથે લાગતાં કામ કરી શકે તેવી સુવિધા ઊભી કરાશે. આગામી સમયમાં સહકારી બેંકોને બેકિંગ સેક્ટર સાથે જોડવામાં આવશે તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખેતી બેંકની સામાન્ય સભામા જણાવ્યુ હતુરાજ્યમાં ખેતી બેંકની સ્થાપનાને 70 વર્ષ પુર્ણ થયા છે ત્યારે તેની વાર્ષિક સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઓનલાઇન જોડાયા હતા. જ્યારે ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ, જગદીશ વિશ્વકર્મા સહીતના નેતાઓ સામાન્ય સભામા ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યુ હતુ કે, ખેડુતો પૈસાના અભાવે જમીન પોતાને નામ કરી શકતા ન હતા પરંતુ ખેતી બેંકે ધિરાણ આપીને તમામને પગભર કર્યા છે. નાનાથી મોટા ખેડુતોને સાહુકારોથી છુટકારો અપાવવાનુ કામ ખેતી બેંકે કર્યુ છે. આજે બેંક લોંગ ટર્મ ધિરાણ કરી રહી છે. આઠ લાખ 42 હજાર ખેડુતોને 4543 કરોડનુ રૂણ ખેતી બેંકે આપ્યુ છેેપહેલા બેંક દ્વારા 2 ટકા પણ રાહત આપવામા આવતી નહતી. પરંતુ હાલમાં 2 ટકા રાહત પણ આપવામા આવી રહી છે. સાથેસાથે તેઓએ જણાવ્યુ હતુ કે, ભારત સકરા કો ઓપરેટિવ બેંકને આગામી સમયમા બેન્કીંગ સેક્ટર સાથે જોડવાની તૈયારી કરી રહી છે. હાલ કો ઓપરેટીવ બેંકમાં તમામ બેંકને લગતા કામ થતા નથી. પરંતુ ભવિષ્યમાં બેંકિંગ સાથે લગતા કામ કરી શકે તેવી સુવીધાઓ ઉભી કરવામા આવશે