જગન્નાથ મંદિરમાં ભંડારામાં સાધુ સંતોને દૂધપાક, માલપુવા પીરસાયા, પૂર્વ ડે.સીએમ નીતિન પટેલ દ્વારા વસ્ત્ર દાન કરાયુ

0
7
નીતિન પટેલ દ્વારા વસ્ત્રદાન કરાયું
પીળા કલરની ધજા ચઢાવવામાં આવશે

અષાઢી સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા આજે ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાઈ છે. વહેલી સવારે ભગવાનને ગર્ભગૃહમાં બેસાડવામાં આવ્યા હતા. આજે સવારે 8 વાગ્યે ભગવાનની નેત્રોત્સવ વિધિ શરૂ થઈ હતી. ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવ્યા હતાં. ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભગવાનની પૂજાવિધિ કરી હતી. ગર્ભગૃહના કપાટ ખૂલતાની સાથે જ જય રણછોડ માખણચોરના નાદ સાથે ભકતોએ ભગવાનના દર્શન કર્યા હતા.ભગવાન જગન્નાથની મહાઆરતી યોજાઈ હતી. મંદિરના મહંત દિલીપદાસજી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભગવાનની આરતી ઉતારી હતી. દર વર્ષે નેત્રોત્સવ અને ધ્વજારોહણ વિધિમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો.નેત્રોત્સવ વિધિ અને ધ્વજારોહણ વિધિ બાદ મંદિરમાં યોજાયેલા ભંડારામાં સાધુ સંતોને દૂધપાક, માલપુવા, પુરી, ચણાનુ શાક, બટાકાનું શાક, કઢી અને ભજીયા પીરસવામાં આવ્યા હતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મંદિરના મહંત દિલીપદાસજી દ્વારા સાધુ-સંતોને ભોજન પીરસવામાં આવ્યું હતું. સાધુ સંતો ઉપરાંત અનેક લોકોએ આ ભંડારામાં ભાગ લીધો હતો.પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા વસ્ત્રદાન કરવામાં આવ્યું હતુંઆજે મામાના ઘરેથી મંદિરે પરત આવે છે ત્યારે આંખો આવી જાય છે. જેથી તેઓને આંખે પાટા બાંધવાની વિધિ કરવામાં આવે છે. ત્યારબાદ મંદિર પર પીળા કલરની ધજા લગાવવામાં આવે છે. અષાઢી સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા જમાલપુર જગન્નાથ મંદિરે દેશભરમાંથી અને રાજ્યમાંથી આવેલા સાધુ સંતોનો ભંડારો યોજાતો હોય છે.બે વર્ષ કોરોના મહામારી બાદ આ વર્ષે ભંડારો થઈ જઈ રહ્યો છે જેમાં અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા સાધુ-સંતો ભંડારામાં જમશે. બપોરે 12 વાગ્યે ભગવાનનો ભંડારો યોજાશે. મોટી સંખ્યામાં સાધુ સંતો મંદિરે ભંડારા માટે પહોંચ્યા છે. આજે ભંડારામાં જાત જાતના અને ભાત ભાતના ભોજનનો રસથાળ પીરસવામાં આવશે. સાધુ સંતો ઉપરાંત અનેક મહાનુભાવો આ ભંડારામાં ભાગ લેશે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ ભંડારામાં હાજર રહેશે. અંદાજે 20000 લોકો આ ભંડારામાં ભાગ લેશે.