આજથી દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંતર્ગત પ્લાસ્ટિકની બનેલી ઘણી વસ્તુઓ બંધ થઈ જશે. તેમાં રોજિંદા જીવનમાં વપરાતી ઘણી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે, જે હવે જોવા નહીં મળે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે તે સામાનની યાદી જાહેર કરી છે, જેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે પ્લાસ્ટિકની બનેલી એવી વસ્તુઓ, જેનો આપણે ફક્ત એક જ વાર ઉપયોગ કરી શકીએ છીએ અથવા તેને ફેંકી શકીએ છીએ અને જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે.મંત્રાલય દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો કોઈ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા જોવા મળશે તો તેને સજા કરવામાં આવશે. જેમાં જેલ અને દંડ બંનેનો સમાવેશ થાય છે. કહેવામાં આવ્યું છે કે પર્યાવરણ સુરક્ષા અધિનિયમ (EPA)ની કલમ 15 હેઠળ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર કાર્યવાહી કરવામાં આવશે.