ભાજપનો માસ્ટર સ્ટ્રોક/ સરકાર રચવામાં નિષ્ફળ છતાં સત્તાની બાજી પલટવામાં સફળ, દેશના 16 રાજ્યોમાં લહેરાયો ભગવો

0
4
દેશના 16 રાજ્યોમાં લહેરાયો ભગવો
PM મોદીએ બીજી વખત દેશની કમાન સંભાળ્યા બાદ આ પહેલી વાર હશે જ્યારે દેશના કુલ 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ભાજપ હવે 16 રાજ્યો મહારાષ્ટ્ર સહિત એક કેન્દ્રશાસિત પ્રદેશમાં સીધી રીતે કે પછી સહયોગી સાથે સત્તામાં હશે.

મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સરકારના પતન બાદ હવે ભાજપે શિવસેનાના બાગી જૂથના નેતા એકનાથ શિંદેના નેતૃત્વનો સ્વીકાર કરતા તેમની અધ્યક્ષતાવાળી સરકારને સમર્થન આપવાનો ચોંકાવનારો નિર્ણય કર્યો છે. નવી સરકારની રચનાની સાથે જ કર્ણાટક અને મધ્યપ્રદેશ બાદ મહારાષ્ટ્ર ત્રીજુ મોટુ રાજ્ય થઈ જશે, જ્યાં ચૂંટણીમાં સરકાર રચવામાં નિષ્ફળ થવા છતાં સત્તાની બાજી પલટવામાં કેન્દ્ર શાસિત પાર્ટી ભાજપ સફળ રહી.PM મોદીએ બીજી વખત દેશની કમાન સંભાળ્યા બાદ આ પહેલી વાર હશે જ્યારે દેશના કુલ 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ભાજપ હવે 16 રાજ્યો મહારાષ્ટ્ર સહિત એક કેન્દ્રશાસિત પ્રદેશમાં સીધી રીતે કે પછી સહયોગી સાથે સત્તામાં હશે. ગુજરાત, હરિયાણા, મધ્યપ્રદેશ, કર્ણાટક, આસામ, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપની પોતાની સરકાર છે. બિહાર, નાગાલેન્ડ, મેઘાલય અને પુડુચેરીમાં ભાજપ પ્રમુખ સહયોગી દળની ભૂમિકા નિભાવી રહ્યુ છે. જેમાં હવે નવુ નામ મહારાષ્ટ્રનુ જોડાઈ ગયુ છે.જે 12 રાજ્યોમાં ભાજપ પોતાના દમ પર સરકારમાં છે તેમાં કર્ણાટક અને મધ્યપ્રદેશ એવા રાજ્યો છે, જ્યાં તે વિપક્ષી પાર્ટીઓની સરકારને ઉથલાવીને સત્તામાં છે. મહારાષ્ટ્રમાં પણ આવી જ સ્થિતિ સર્જાતા ભાજપે મુખ્યમંત્રી પદ શિવસેનાના બળવાખોર જૂથને સોંપ્યુ અને સરકારમાં જોડાવાની જાહેરાત કરી.વર્ષ 2018માં, ભાજપ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીમાં 105 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વમાં તેમની સરકાર છે પરંતુ વિશ્વાસ મતમાં સાત બેઠકો પર મત ન મળવાને કારણે તેમણે રાજીનામુ આપવુ પડ્યુ હતુ.મધ્યપ્રદેશની સત્તામાં વાપસી પણ કર્ણાટક જેવી જ છે. ચૂંટણી બાદ કર્ણાટકમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપ 109 સીટો જીતીને બીજા ક્રમે હતી. વર્ષ 2018ની ચૂંટણીમાં કોંગ્રેસે 230 સભ્યોની વિધાનસભામાં 114 બેઠકો જીતી હતી. બહુજન સમાજ પાર્ટીના બે, સમાજવાદી પાર્ટીના એક અને અમુક નિર્દળીય ધારાસભ્યોના સમર્થનથી કોંગ્રેસે 15 વર્ષ બાદ મધ્ય પ્રદેશની સત્તામાં વાપસી કરી.કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથના નેતૃત્વમાં સરકાર બની પરંતુ 15 મહિના બાદ તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપવુ પડ્યુ હતુ. કારણ હતુ પાર્ટીનો આંતરિક બળવો. કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ આંતરિક મતભેદોને કારણે તેમના સમર્થક 22 ધારાસભ્યોની સાથે પાર્ટી છોડી દીધી હતી. એવામાં કમલનાથની સરકાર લઘુમતીમાં આવી ગઈ અને તેમણે રાજીનામુ આપવુ પડ્યુ.