ન્યુયોર્ક : અમેરિકામાં ભારતીય મૂળના લોકોની વધતી જતી સંખ્યા વચ્ચે સારા સમાચાર એ છે કે ત્યાં મંદિરોની સંખ્યામાં પણ ઝડપથી વધારો નોંધાયો છે. લોસ એન્જેલસથી ન્યુયોર્ક સુધી ઘંટનો અવાજ અને ભજન ચિર-પરિચિત સ્વર બની જાય છે. ભારતના દરેક ભાષાના અને પ્રાદેશિક હિન્દુ સમૂહનું પ્રતિનિધિત્વ કરનારાં મંદિર સમગ્ર અમેરિકામાં હાજર છે. પરિણામે ઝડપથી મંદિરો માટે ધનવર્ષા પણ થઈ રહી છે. કોફી ટેબલ બુક અમેરિકામાં ભારત રેખા મુજબ ત્યાં 2006માં 53 મંદિર હતાં. તે 2017માં સંખ્યા વધીને 250 થયાં. જ્યારે 2022માં મંદિર વધીને 750 થયાં. સૌથી વધુ સંખ્યા આ 5 વર્ષમાં વધી. આ દરમિયાન 200 ટકા મંદિર વધ્યાં. અમેરિકાનું એવું કોઈ રાજ્ય નથી જ્યાં અડધો ડઝન મંદિર ન હોય. ન્યુયોર્ક-કેલિફોર્નિયા બંને જગ્યાએ 100-100 મોટાં મંદિરો છે. ફ્લોરિડામાં 60થી વધુ, જ્યોર્જિયામાં 30થી વધુ મંદિર છે. વધતાં મંદિર હિન્દુઓને તેમના દેશ અને સંસ્કૃતિ સાથે જોડી રહ્યાં છે. એન્જિનિયર કે.ટી.લક્ષ્મી કહે છે કે લોકો અમેરિકા આવ્યા પછી વધારે ધાર્મિક થઈ જાય છે. આ ભારતથી અમારો પ્રેમ જીવિત રાખવાની રીત છે. લક્ષ્મી એવા પણ સંકેત આપે છે કે અમેરિકામાં ભારતીય લોકો ભારતથી પોતાના ભાવનાત્મક સંબંધો મહેસૂસ કરે છે. મંદિરોમાં વધતી સંખ્યા સંકેત આપે છે કે 10 લાખથી વધુ ભારતીયોએ અમેરિકાને પોતાનું ઘર બનાવી લીધું છે. સ્વામી વિવેકાનંદે શિકાગોમાં વિશ્વ પ્રસિદ્ધ ભાષણ આપ્યા બાદ ન્યુયોર્ક અને સાન ફ્રાન્સિસ્કોમાં વેદાંત સોસાયટીની સ્થાપના કરી હતી. વેદાંત સોસાયટીએ અમેરિકાનું પ્રથમ મંદિર સાન ફ્રાન્સિસ્કોમાં 1905માં બંધાવ્યું હતું. હવે તો અનેક રાજ્યોમાં મંદિર સંસ્કૃતિનાં પ્રતીક બની ગયાં છે. ન્યુયોર્કમાં એક મંદિરની બહાર રોડનું નામ ગણેશ ટેમ્પલ સ્ટ્રીટ રખાયું છે.