મંગળવારે સૌભાગ્યની કામના સાથે દેવી પાર્વતીને સુહાગનો સામાન ચઢાવો, ગણેશજી અને શિવજીની પણ પૂજા કરો

0
5
આ દિવસે દેવી પાર્વતીની પૂજામાં લાલ બંગડી, લાલ ચૂંદડી, કંકુ, લાલ ફૂલ અત્તર, સિંદૂર, હળદર પણ ચઢાવવામાં આવશે.
દેવી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે મેળવવા માટે વ્રત કર્યું હતું

અમદાવાદ : ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, 30 ઓગસ્ટ, મંગળવારના રોજ કેવડા ત્રીજ છે. ભાદરવા મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિએ દેવી પાર્વતી માટે વ્રત કરવામાં આવે છે. આ દિવસે મહિલાઓ આખો દિવસ નિર્જળ રહે છે એટલે જે મહિલાઓ કેવડા ત્રીજનું વ્રત કરે છે તેઓ આખો દિવસ અનાજ-જળનું સેવન કરતી નથી. આ દિવસે દેવી પાર્વતીની પૂજામાં લાલ બંગડી, લાલ ચૂંદડી, કંકુ, લાલ ફૂલ અત્તર, સિંદૂર, હળદર પણ ચઢાવવામાં આવશે. પૂજા કર્યા પછી આ સામગ્રી પોતાની ઇચ્છા પ્રમાણે દક્ષિણા એટલે રૂપિયા સાથે કોઈ જરૂરિયાતમંદ મહિલાને દાન કરો. પં. શર્માના જણાવ્યા પ્રમાણે દેવી પાર્વતીની પૂજાની શરૂઆત ગણેશ પૂજન સાથે જ કરવી જોઈએ. ગણેશ પૂજા પછી શિવજી અને માતા પાર્વતીની પૂજા કરો. માન્યતા છે કે કેવડા ત્રીજનું વ્રત કરવાથી મહિલાઓનું લગ્નજીવન સુખી રહે છે અને પતિ-પત્ની વચ્ચે પ્રેમ જળવાયેલો રહે છેદેવી પાર્વતીની પૂજામાં મંત્ર જાપ અને ધ્યાન પણ કરવું જોઈએ. ત્રીજ તિથિએ વ્રત કર્યા પછી બીજા દિવસે ચોથ તિથિએ ફરીથી ગણેશજી, શિવજી અને પાર્વતીનું પૂજન કરો. દાન-પુણ્ય કરો. ત્યાર બાદ જ મહિલાઓનું વ્રત પૂર્ણ થાય છે અને મહિલાઓ અનાજ-જળ લઇ શકે છે. પં. શર્માના જણાવ્યા પ્રમાણે દેવી પાર્વતીએ શિવજીને પતિ તરીકે મેળવવા માટે કેવડા ત્રીજનું વ્રત કર્યું હતું. આ વ્રત કરવાથી મહિલાઓનું સૌભાગ્ય વધે છે. જે કન્યાઓ કુંવારી છે, તેઓ કેવડા ત્રીજનું વ્રત સુયોગ્ય જીવનસાથી મેળવવા માટે કરે છે.મંદિરમાં શિવલિંગ ઉપર જળ ચઢાવો, અભિષેક કરો. શિવલિંગ સામે બેસીને દીવો પ્રગટાવો અને શિવજીના મંત્ર ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આ મંત્ર દ્વારા મહિલાઓ દેવી માતાને પ્રાર્થના કરે છે કે હે ગૌરી માતા, મારા ઉપર પ્રસન્ન રહો, મંગળા દેવી મારા પાપનો નાશ કરે. દેવી લલિત સૌભાગ્ય પ્રદાન કરે અને ભવાની માતા બધી સિદ્ધિઓ પ્રદાન કરે. કેવડા ત્રીજના દિવસે કોઈ ગરીબ પરણિતા મહિલાને સુહાગનો સામાન જેમ કે, લાલ સાડી, ચૂંદડી, કંકુ, પાયલ વગેરે સામગ્રી દાન કરો.